જંગલોમાં કીડીયારંુ પૂરવા અન્ન આપી ઉદાહરણ અપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ઉનાઈ વન વિભાગના સયુંકત ઉપક્રમે ઇકો ટુરીઝમ ખાતે કિડીયારૂ પુરવાનો કાર્યક્રમ અંતર્ગત પદમડુંગરીના જંગલમાં કીડીઓ માટે અન્ન આપી ઉત્તમ જીવદયાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સામાન્ય રીતે દરેક જીવ-જંતુઓ જીવન જીવવા માટે ખોરાકની જરૂર પડતી હોય છે. કુદરતી રીતે દરેક જીવ-જંતુઓ પોતાનો ખોરાક મળી રહે એવી વ્યવસ્થા કરાઇ હોય છે પરંતુ આજના યુગમાં પ્રકૃતિ સાથે થયેલા ચેડાના કારણે કેટલાક જીવોને ખોરાક મેળવવા મુશ્કેલી ઉભી થતી હોય છે અને સંઘર્ષ કરવો પડતો હોય છે. કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ કે જીવદયા સાથે જોડાયેલા સેવાભાવી લોકો તેમજ સંસ્થાઓ આગળ આવતા હોય છે. મૂંગા પક્ષીઓ કે પ્રાણીઓ માટે તેવી પાણી અને ખોરાકની વ્યવસ્થા કરતા હોય છે. આવો જ એક કાર્યક્રમ પ્રેરણા ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તેમજ ઉનાઈ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે કીડીઓ માટે અન્ન આપવા અંતર્ગત કિડીયારૂ પુરવાનો કાર્યક્રમ પદમડુંગરી ખાતે આવેલા ઈકો ટુરીઝમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યકમને સફળ બનાવવા માટે વનવિભાગ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. જેમાં પ્રેરણા ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 4200 જેટલા શ્રીફળ લાવ્યા હતા. શ્રીફળની અંદર કાણું પાડી ઘી, ગોળ, બાજરીનો લોટ પુરવામાં આવ્યો હતો તેમજ બાજરીના લોટમાંથી કીડી માટે ખોરાક બનાવી ઉનાઈ વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓના સહયોગથી પદમડુંગરીના જંગલ વિસ્તારમાં ટ્રસ્ટના લોકો ફરી ફરી કીડીઓના દરમાં ઘી ગોળનો કુલર મુકવા તેમજ કીડીઓ માટે ખોરાકની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. પ્રેરણા ગ્રુપ દ્વારા કીડીઓના દર જંગલ વિસ્તારના શોધી તેની આસપાસ કિડીયારૂમાં ખોરાક મુકવા સાથે કીડી માટે દરની આજુબાજુ ખોરાક મૂકી જીવદયાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં ઉનાઈ વનવિભાગ દ્વારા સહયોગ આપી આ ઉત્કૃષ્ટ કાર્યને વધાવ્યા હતા. જોકે વન વિભાગ દ્વારા ટ્રસ્ટના દરેક લોકે જેઓ અન્ન આપવા માટે આવ્યા હોય તેઓ આ કીડીના મૃત્યુદાતા ન બની જાય તેની સંભાળ રાખવા વિનંતી કરવામાં આવી હતી.

બીજા લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે
ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટનું આ કાર્ય ઉત્તમ જીવદયાનું છે. આ કાર્ય બીજા લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે, જેના પ્રેરણાથી લોકો મૂંગા પશુ પંખીઓ માટે કાર્ય કરવા પ્રેરિત થશે. આર.પી.ભલીયા, આરએફઓ, ઉનાઈ

અન્ય સમાચારો પણ છે...