તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૈત્રી પરિવારનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીમાં સિનિયર સિટીઝન્સ માટેની સંસ્થા મૈત્રી પરિવાર 19માં વર્ષમાં પ્રવેશી છે, જેનું સંચાલન પાંચ બહેનો હિના, સીમા, અંજુ, નયના અને રચનાબેન કરી રહી છે. પ્રતિવર્ષે ડિસેમ્બર માસમાં વર્ષ પુરું થતા વાર્ષિક કાર્યક્રમ યોજવામાં આવે છે. આ મહિનાના પ્રથમ શનિવારે મૈત્રી પરિવારનો વાર્ષિક કાર્યક્રમ નવસારી મેડિકલ હોલમાં યોજાયો હતો. નવસારીના હારમની ગ્રુપના રાજ પટેલ, સંગીતા કંસારા, ગીતા કંસારા, ચંદ્રકાંત સંઘાડીયા, દિલીપ શાહ, અક્ષય, દિવ્યેશ પટેલે જૂની ફિલ્મના યાદગાર ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં મુસ્કુરાહટ ગ્રુપના યઝદીભાઈ કોન્ટ્રાકટરે તમાકુ છોડાવવા વ્યસનમુક્તિ બનાવવા માટેના પ્રયાસોની માહિતી આપી હતી. સંચાલિકા હિના, સીમાએ સભામાં હાજર રહેલા શાંતિલાલ પરમારનું પ્રતિક ભેટ આપી સન્માન કર્યું હતું. તમામ કલાકારોને મૈત્રી પરિવાર તરફથી ધન્યવાદ આપી આભારદર્શન સીમા મહેતાએ કર્યું હતું. મૈત્રી પરિવારની આગામી સભા 14મી ડિસેમ્બર શનિવારે બપોરે 4 કલાકે બનાસકાંઠા સ્થાનકવાસી જૈનવાડી સાંઢકૂવા નાગતલાવડી નવસારીમાં મળશે.

અન્ય સમાચારો પણ છે...