તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી અને ડાંગ જિલ્લા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | રોટરી ક્લબ ગણદેવી એસોસીયેશન ઓફ ઈન્ડીયન ફીઝીશ્યન્સ ઓફ નોર્ધન ઓહાયો ‘AIPNO’ અમેરીકાના સહયોગી ‘મેડીકલયાત્રા’નું આયોજન કરવા જઈ રહી છે. આ મેડીકલ યાત્રા 2019 અંતર્ગત અમેરીકાના 30 મેડીકલ તેમજ પેરા મેડીકલ નિષ્ણાંતોની ટીમ જાન્યુઆરી માસમાં ગણદેવી આવી રહી છે. સ્થાનિક ડોક્ટરો, સ્થાનિક આરોગ્ય શાખાના નિષ્ણાંતોના સહયોગથી ગણદેવી, ચીખલી, નવસારી, બારડોલી, વ્યારા અને ડાંગ જીલ્લામાં નવ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ નિદાન કેમ્પોમાં આશરે 8000 થી વધુ દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરી એમની બિમારીનું નિદાન કરવામાં આવશે. આ કેમ્પોમાં સ્ત્રીરોગ, બા‌ળરોગ તથા સામાન્ય રોગો અંગેની તપાસ અમેરીકાના નિષ્ણાંત ટીમ દ્વારા કરવામાં આવશે. આંખના રોગો માટે નવસારીની રોટરી આઈ હોસ્પિટલની ટીમ સેવા આપશે. અમેરીકાના નિષ્ણાંતોની ટીમ તા.12 મી જાન્યુઆરીથી સુધી 7 દિવસ માટે સેવા આપશે. તા.12મી જાન્યુઆરીના રોજ અંબિકા હાઈસ્કુલ ગડત તેમજ હી. ધૂ. સાર્વજનિક ખાતે બે કેમ્પો, તા.13મી જાન્યુઆરીના રોજ ગ્રામસેવા ટ્રસ્ટ ખારેલ અને પ્રાથમિક શાળા અબ્રામા ખાતે બે કેમ્પો, તા.15મી જાન્યુઆરીના રોજ આલીપુર હોસ્પિટલ તથા બી.એ.બી.એસ.હાઈસ્કૂલ, બારડોલી ખાતે બે કેમ્પો, તા. 16 જાન્યુઆરીના રોજ ધ.ના.ભાવસાર પ્રાથમિક શાળા, ગણદેવી તેમજ વ્યારા ખાતે બે કેમ્પો તથા તા.17મી જાન્યુઆરીના રોજ શિવારીમાળ (ડાંગ) ખાતે અંધજન શાળા ખાતે એક કેમ્પ મળી કુલ 9 કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...