તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાતેમ પાસેથી કારમાંથી દારૂ ઝડપાયો, બેની અટક કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી તાલુકાના સાતેમ ગામથી વિદેશી દારૂ ભરેલી કાર લઈને નવસારી આવતા હતા ત્યારે એલસીબીએ બાતમીના આધારે ઝડપી પાડી હતી અને 96 હજારના દારૂ સાથે બેની અટક કરી હતી.

એલસીબીમાં ફરજ બજાવતા અ.પો.કો. શક્તિસિંહ સુખદેવને બાતમી મળી હતી કે દમણથી દારૂ ભરેલી કાર (નં. જીજે-15-એડી-1024) વાયા સાતેમ થઈને હાઈવે નં. 48 ખડસુપા થઈ પસાર થનાર છે. બાતમીને પગલે સાતેમ ગામે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતા તેની ઉભી રખાવી હતી. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂની 48 બોટલ રૂ. 96 હજાર મળી હતી. પોલીસે કારમાં બેસેલા બે ઈસમો પાસે દારૂની પરમિટ માગી હતી. જે તેમની પાસે ન હોય ચાલક રાજુ ઘોષની અટક કરી હતી. પોલીસે આ બંનેની પૂછપરછ કરતા દારૂ ભરેલી કાર નાની દમણના સતીષ નામના ઈસમે વાપી ઓવરબ્રિજ નીચે બોલાવી કારમાં ભરી આપ્યો હોવાનું જણાતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે દારૂ સહિત કાર તથા મોબાઈલ મળી કુલ રૂ. 2.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ તપાસ ગ્રામ્ય પોસઈ ટી.આર.ચૌધરીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...