તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાની યુવતીનાં અપહરણ હત્યાના વિરોધમાં સંગઠનો દ્વારા આવેદન અને કેન્ડલ માર્ચ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતનાં મોડાસા ગામની દલિત સમાજ ની દીકરી પર કેટલાક નરાધમોએ અપહરણ કર્યા બાદ તેની હત્યા કરવાના કેસમાં ઝડપાયેલા 4 આરોપીને ફાંસીની સજા થાય તે માટે નવસારીમાં પણ વિવિધ સંગઠનો દ્વારા પીડિતાનાં પરિવારને સમર્થન મળે તે માટે કેન્ડલ માર્ચ અને આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જસ્ટીસ ફોર કાજલનાં બેનર વિદ્યા સંજીવની સંસ્થા દ્વારા નવસારીમાં 12મી જાન્યુઆરી યુવા દિવસની રાત્રિએ 8 વાગ્યે નટરાજ ટોકીઝ, રેલવે સ્ટેશન પાસે ભેગા થઈ કેન્ડલ માર્ચ નીકળી નવસારી શહેરનાં રાજમાર્ગો ઉપર ફરી લુન્સીકૂઈ બાબા સાહેબની પ્રતિમા પાસે આવશે અને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. નવસારી જિલ્લા ભીલીસ્તાન ટાયગર સેનાના જિલ્લા પ્રમુખ પંકજ પટેલે જણાવ્યું કે મોડાસાની દીકરીનાં હત્યારાઓને સજા અને તેમના પરિવારને ન્યાય મળે તે માટે નવસારી જિલ્લાનાં તમામ તાલુકાનાં મથકોએ 12મીએ રાત્રિનાં સમયે 8.30 કલાકે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. 13મીને સોમવારે 11 કલાકે નવસારી જિલ્લાનાં તમામ તાલુકાનાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નાગરિકો જોડાય તે માટે અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો