તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગપુર શાળાની એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં સિદ્ધિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા | જીસીઇઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી આયોજિત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇટાવળા ખાતે ઇનચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી ડો.રોહિતભાઈ ચૌધરીના અધ્યક્ષતા માં યોજાયો હતો. આ ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લાના 42 શિક્ષકોએ પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં ઇનોવેશન રજૂ કર્યા હતા. જે પૈકી પ્રાથમિક શાળાના 3 અને મા.શાળાના 2 ઇનોવેશન જિલ્લાના 550 શિક્ષકો અને નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન કરી 5 ઇનોવેશનની પસંદગી કરવામાં આવી હતી. જેમાં વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના આચાર્ય નીતિનભાઈ પાઠકે રજૂ કરેલા રંગપુર સર્વરની બીજા ક્રમે પસંદગી કરવામાં આવી હતી. રંગપુર શાળા છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય કક્ષા ઇનોવેશન ફેસ્ટિવલમાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ત્યારે શાળા પરિવાર એસએમસી સભ્યો ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો