તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં અજાણ્યા મૃતક પાસે આધારકાર્ડ મળ્યું પરંતુ તે યુવાન નવસારીમાં જીવિત મળ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાના અંકોડીયા પાસેની કેનાલમાંથી અજાણ્યા 40 વર્ષીય યુવાનનો મૃતદેહ 3જી જાન્યુઆરીએ મળી આવતા પોલીસે તેની ઓળખ માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો. એ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી નવસારીના યુવાનનો આધારકાર્ડ સહિતો ફોટો અને સરનામુ મળી આવ્યું હતું. જોકે પોલીસે તેની તપાસ કરતા આ મૃતક યુવાન અંગે અલગ જ માહિતી સાંપડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતક યુવાન આધારકાર્ડમાં નામ ધરાવનાર વ્યક્તિ ન હતો. વડોદરા પોલીસે જ્યારે નવસારી પોલીસનો સંપર્ક કર્યો ત્યારે તેના પાડોશીએ ‘વો તો યહીં ઘર પે બેઠા હે’નો જવાબ સાંભળ્યો હતો. જેથી આ મૃતક યુવાન આધારકાર્ડ ધારક ન હોવાનું તપાસમાં બહાર આવતા વડોદરા પોલીસે શનિવારે મૃતદેહનો નિકાલ કર્યો હતો.

વડોદરાના અંકોડીયા પાસેની કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો ત્યારે તેના ખિસ્સામાંથી આધારકાર્ડ અને ફોટો સરનામુ મળી આવ્યું હતું. વડોદરા પોલીસે આધારકાર્ડમાં જોતા મૃતક યુવાન બજરંગી સપ્તાહ સહાય હોવાનું અને તે હરિમોહનની ચાલ, રૂસ્તમવાડી, નવસારી ખાતે રહેતો હોવાનું જણાયું હતું. વડોદરા ...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો