ચીખલી વિસ્તારની સગીરાને વિધર્મી યુવાન ભગાડી જતાં ચકચાર

Navsari News - a young girl screams at a young girl in the chikhali area 081529

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:15 AM IST
ચીખલીની સગીરાને ગણદેવી વિસ્તારમાં વિધર્મી યુવક લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને ભગાડી ગયાની ફરિયાદ ચીખલી પોલીસમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

ચીખલી પંથકમાં રહેતી 17 વર્ષીય એક સગીરાના માતાપિતા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ સગીરાના માતાપિતા અને ભાઈ ગત 1લી ડિસેમ્બરે રાત્રે જમી પરવારીને સુઈ ગયા હતા. બીજા દિવસે સગીરાની માતા વહેલી સવારે દીકરીને ઉઠાડવા જતા સગીરા પલંગ પર જોવા મળી ન હતી. સગીરાના પરિવારે તેની ફળિયામાં તથા સગાસંબંધીને ત્યાં શોધખોળ કરવા છતાં તે મળી આવી ન હતી. આખરે આ સગીરા ગણદેવી રહેતા સઈદની સાથે વાતો કરતી હોય અને અનેકવાર ફરવા પણ ગઈ હોવાનુ બહાર આવતા આ યુવકના ઘરે શોધખોળ કરતા આ યુવક પણ ઘરે મળ્યો ન હતો. યુવક અંગે તેના માતાપિતાને પૂછતાં તેમણે પુત્ર ક્યાં ગયો છે તેની કોઈ જાણ ન હોવાનુ જણાવ્યું હતું.

અંતે સગીરાના પિતાએ ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોધાવતા ચીખલી પીઆઈ ડી.કે.પટેલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટનાની જાણ હિન્દુ સંગઠનો ને થતા તેઓ પણ મોટી સંખ્યામાં ચીખલી પોલીસ મથકે ધસી આવ્યા હતા.

X
Navsari News - a young girl screams at a young girl in the chikhali area 081529

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી