નવસારી બેઠક ઉપર કુલ 29 ઉમેદવારે ફોર્મ ભર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી બેઠક ઉપર આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ સાથે કુલ 29 ઉમેદવારોએ 46 ફોર્મ ભર્યા છે.

નવસારી બેઠક ઉપર ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત 28 માર્ચથી થઈ હતી. શરૂઆતના ચાર દિવસ નહિવત ફોર્મ ભરાયા બાદ પત્રક ભરવાની શરૂઆત થઈ હતી. આજે 4 એપ્રિલે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો. ચૂંટણી વિભાગમાંથી મળતી માહિતી મુજબ છેલ્લાં દિવસે 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ સાથે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 29 ઉમેદવારોએ 46 ફોર્મ ભર્યાની જાણકારી મળી છે. આ સમય દરમિયાન ભાજપ, કોંગ્રેસ સહિતનાં પક્ષો ઉપરાંત અનેક અપક્ષોએ પણ ઉમેદવારીપત્રક ભર્યા છે. આવતીકાલે 5મી એપ્રિલે નવસારી બેઠક ઉપર ભરાયેલ ફોર્મની ચકાસણી કરાશે. અહીં ઉલ્લેખનીય છે કે પત્રકો ખેંચવાની તારીખ 8 એપ્રિલ નિર્ધારિત થઈ છે. આખરી ચિત્ર ત્યારે જ સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...