દશેરા ટેકરી વિસ્તારમાં જ રેન બસેરા બનાવવાનો સર્વે શરૂ

Navsari News - a survey of the construction of rain bases started in the dashera hill area 081535

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:15 AM IST
નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં આખરે રેનબસેરાનો સર્વે શરૂ કરાયો છે.

જેમની પાસે રહેવાનું આશ્રયસ્થાન ન હોઈ તેમને શહેરોમાં આશ્રય આપવા રેન બસેરા બનાવી આશ્રયસ્થાન પૂરું પડવાના દિશા નિર્દેશ સુપ્રિમ કોર્ટ જારી કર્યા છે. આ દિશાનિર્દેશ મુજબ અહીંની નવસારી પાલિકાએ પણ શહેરમાં રેન બસેરા બનાવવાનો નિર્ણય કર્યો છે. પાલિકાએ આ માટે દશેરા ટેકરી વિસ્તારમાં સરકારી આવાસ નજીકનું સ્થળ પસંદ કર્યું છે. દશેરા ટેકરી નજીક રેન બસેરા આવવાની ખબર પડતાં જ દશેરા ટેકરી વિસ્તારમાં ચાર પાંચ મહિના અગાઉ ભડકો થયો હતો અને સ્થાનિકોએ ત્યાં ન બનાવવા પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે તે સમયે પાલિકાએ આગળની કાર્યવાહી ન કરતા મામલો શાંત પડ્યો હતો.

હવે પુનઃ આ પ્રકરણ બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ આજે બુધવારે ઉક્ત દશેરા ટેકરી વિસ્તારમાં જ પાલિકાની રેનબસેરા માટેની સર્વેની કામગીરી શરૂ થઈ હતી. રેનબસેરાના સર્વેની વાત ખબર પડતાં કેટલાક સ્થાનિકો સ્થળ ઉપર ભેગા થઈ ગયા હતા. પાલિકાના કાઉન્સિલર પિયુષ ઢીમ્મર પણ ત્યાં આવી ગયા હતા. લોકોએ નારાજગી તો બતાવી પણ ખાસ બબાલ થઈ ન હતી. ગુરુવારે સ્થાનિકો રેનબસેરાના વિરોધમાં પાલિકામાં રજૂઆત કરનાર હોવાની જાણકારી મળી છે.

X
Navsari News - a survey of the construction of rain bases started in the dashera hill area 081535

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી