તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં આરોગ્ય તપાસ શિબિર યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીના હિરામેન્શન સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ તરફથી સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરે છે. જે અંતર્ગત થાયરોકેર મુંબઈના સહયોગથી ‘આજની આરોગ્ય તપાસ કાલનું નિરોગી જીવન’ રાહતદરે શિબિર યોજાઈ હતી. ડો. હેમાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ કેમ્પમાં 166 લોકોના લોહીના નમૂના લઈ તપાસ માટે મુંબઈ સ્થિત થાયરોકેર દ્વારા 60 પ્રકારની તપાસ કરી રિપોર્ટ અપાશે. આ મંદિર ટ્રસ્ટના પ્રમુખ રવિભાઈ સાવંત, નાણામંત્રી જયંતિભાઈ બ્રહ્મભટ્ટ, પ્રો. જયંતભાઈ પટેલ, પિન્ટુ શેઠના, મંદિરના પુજારી વિજયભાઈ મહારાજ સહિત એ કેમ્પની વ્યવસ્થા સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...