અનાવિલ સમાજનો સમૂહ યજ્ઞોપવિત યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીના રામજી મંદિર ખાતે અક્ષય તૃતીયાના દિને નવસારીના શ્રી બૃહદ અનાવિલ સમાજ દ્વારા સતત 7મા વર્ષે સમૂહ જનોઈનું આયોજન થયું હતું. કુરિવાજોને તિલાંજલી આપી સમૂહ ભાવના થકી સમાજ નિર્માણના ઉદ્દેશને ઉજાગર કરતા આ સમારોહમાં 11 બટુકોને શાસ્ત્રોકતિવિધિથી યજ્ઞોપવિત આપવામાં આવ્યા હતા. ખુબ જ સાદાઈથી છતાં સંપૂર્ણ વિધિવિધાન સહ આચાર્ય અમીતભાઈ જોષી દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોના હસ્તે તમામ બટૂકોનું સન્માન થયું હતું. આ પ્રસંગે અનેક દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી.

અન્ય સમાચારો પણ છે...