તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી સ્વામિનારાયણ મંદિરમાં પૂર્ણિમાની ભાવભેર ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી | નવસારીના સ્વામિનારાયણ મંદિર ખાતે ફાગણ સુદ પૂનમના દિવસે પૂર્ણિમા ઉત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન સ્વામિનારાયણના ગ્રંથ વચનામૃતની દ્વીશતાબ્દીની ઉજવણી કરાઇ રહી છે. પૂર્ણિમા ઉત્સવ અને વચનામૃત દ્વિશતાબ્દીના ઉત્સવના પ્રસંગે ઉપસ્થિત હજારો હરિભક્તોને સંગીતજ્ઞ સંત પૂ. કૃષ્ણ પ્રિયદાસે સંબોધન કર્યુ હતું. પ્રિયદાસજીએ ભગતજી મહારાજની 191મી જન્મ જયંતી પ્રસંગે સુંદર કીર્તનો દ્વારા સ્મરણાંજલિ અર્પી હતી. ભગતજી મહારાજના ગુણ સંકીર્તન કરી તેમના જેવી ભક્તિ અને આજ્ઞા પાલન તથા તેમના જેવો ર્દઢ આશરો આપવામાં આવે તેવી મહારાજ સ્વામીને પ્રાથના કરવામાં આવી હતી. પ. ભ. ઇશ્વરભાઇ ભાવસાર દ્વારા હોળીના ઉત્સવનો મહિમા સમજાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂ. યજ્ઞતીર્થ સ્વામી દ્વારા વચનામૃત ગ્રંથનું પૂજન કરાવવામાં આવ્યું હતું. ડો. પૂર્ણકામ સ્વામી તથી પૂ. કૃષ્ણપ્રિય સ્વામીએ વચનામૃત ગ્રંથની વ્યક્તિગત પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આ રીતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતી થઇ હતી. સાથે સાથે રંગેચંગે પૂર્ણિમા ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો