અંકલાછ નાનીબા કન્યા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદા | વાંસદા તાલુકાના અંકલાછ નાનીબા કન્યા આશ્રમ શાળામાં જશોદા નરોત્તમ પબ્લિક ટ્રસ્ટના સહયોગથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11 આશ્રમશાળાઓ અંકલાછ, રાયબોર, ઉપસળ, ખાટાઆંબા, આંબાબારી, બોપીખાંડા, પિકવલ કેળવણી ભેંસદરા, આછવણી આશ્રમ શાળાના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો. તમામ આશ્રમશાળાના પ્રમુખ-મંત્રીઓ, શિક્ષકો તથા નાનીબા કન્યા આશ્રમશાળાના પ્રમુખ કાંતાબેન ગાંવિત અને મણિલાલ ગાંવિત સહિત બાળ કલાકારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરી હતી. મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા, બાળગીત, નાટક, ડાન્સ, દેશભક્તિ કૃતિઓ રજૂ કરાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...