તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસ અડફટે મૃત્યુ પામનારના સંબંધીને 5 લાખની સહાયનો ચેક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં ગત 24 મી ડિસેમ્બરનાં રોજ બસ ડેપો ઉપર બસની રાહ જોતાં મુસાફરો ઉપર બસ ડ્રાઇવરે અકસ્માતે બસ ચઢાવી દીધી હતી. જેમાં ત્રણ મુસાફરોનાં મોત થયા હતાં. જેમાં ખડસુપા ગામની વર્ષા રાજુ હળપતિ નામની ઘરકામ કરતી મહિલાનું ગંભીર ઇજાથી મોત થયું હતું. તેમનાં પરિવારને સરકાર દ્વારા રૂ. 5 લાખની સહાયની ઘોષણા ધારાસભ્ય પિયુષ દેસાઇએ કરી હતી.

આજરોજ સરકારનાં ગુજરાત રાજ્ય એસ.ટી.વિભાગ દ્વારા રૂ.5 લાખનો સહાયનો ચેક લઇને નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઇ મૃતક વર્ષાબેન હળપતિનાં ઘરે ગયા હતાં. ગામના આગેવાનોની હાજરીમાં પિયુષ દેસાઇએ મૃતકનાં પરિવારને સાંત્વના આપીને ખબર અંતર પુછાયા હતાં.

નવસારીનાં બસ અકસ્માતમાં મૃત વર્ષા હળપતિની માતાને સહાયનો ચેક અપાયો.

અન્ય સમાચારો પણ છે...