તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજલપોરમાં રજાના દિવસે પણ વધુ 9 મિલકતો સીલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | વિજલપોર પાલિકાએ વધુ વેરા બાકી હોઈ અને વધુ વર્ષથી વેરો ભર્યો ન હોઈ એવા મિલકતધારકો સામે ઓપરેશન મિલકત સીલ શરૂ કર્યું છે. આમ તો શનિવારે મહિનાનો બીજો શનિવાર હોઈ પાલિકામાં જાહેર રજા હતી, છતાં બાકી વેરાની વસૂલાત કરવાની કામગીરી જારી રાખી હતી. શનિવારે પશ્ચિમ બાજુના વોર્ડ 6માં 8 મિલકતો સીલ કરી દીધી હતી. જેમાં દર્શન એપાર્ટમેન્ટ, જાનકી એપાર્ટમેન્ટ અને નિસર્ગ એપાર્ટમેન્ટની મિલકતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પૂર્વ બાજુએ આવેલ ઉદ્યોગનગરની પણ એક મિલકત સીલ કરી હતી. શનિવારે કરાયેલી 9 સાથે કુલ 20 મિલકતો બાકી વેરા મુદ્દે સીલ કરી છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો