તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી મહાપાલિકામાં સમાવા 8 ગામના સરપંચે સહમતિ આપી, પાલિકામાં નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી નગરપાલિકાની આસપાસના 8 ગામોને પત્ર લખીને પાલિકા સત્તાધિશોએ પાલિકામાં ગામને સમાવી લેવા જે સંમતિપત્રો મંગાવ્યા છે તેની સામે આ તમામ ગામના સરપંચોની એક બેઠક મળી હતી. જેમાં તમામે માત્ર મહાપાલિકામાં જ તેમના ગામનો સમાવેશ થાય તેવી સંમતિ દર્શાવી હતી, જ્યારે પાલિકાના હદ વિસ્તરણમાં સમાવવા સામે સખત વિરોધ નોંધાવ્યો હતો.

નવસારી નગરપાલિકાના સત્તાધિશોએ આસપાસની 8 ગ્રામપંચાયતો જેવી કે જમાલપોર, ચોવીસી, વિરાવળ, કાલીયાવાડી, કબીલપોર, તીઘરા, ઈંટાળવા અને છાપરાને પાલિકામાં સમાવી લેવા માટે સંમતિપત્રનો ઠરાવ બાબત અનુરોધ કરતો પત્ર મોકલ્યો હતો. જેના જવાબમાં આજે કબીલપોર ગ્રા.પં.ખાતે તમામ 8 ગામના સરપંચોની બેઠક મળી હતી. નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા પત્ર સામે તમામ સરપંચોએ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા પત્ર સામે તમામ સરપંચોએ એકસાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને હવે કઈ સત્તાની રૂએ તેમણે આ પત્ર પાઠવ્યો છે તે સામે પણ સવાલ ઉભા કર્યા હતા. નવસારી શહેરની આસપાસની તમામ ગ્રા.પં. પોતાની રીતે વિકસિત થઈ છે અને તેમાં ગ્રામવાસીઓ અને સરકારની ગ્રાંટનો પૂરો ઉપયોગ થઈ રહ્યો છે. લોકોને સુવિધાઓ મળી રહી છે ત્યારે ગ્રા.પં.ને નગરપાલિકાની હદમા સમાવી લેવાના પત્ર સામે બાય ચઢાવી છે. આ તમામ સરપંચોએ બેઠકમાં નક્કી કર્યું છે કે ગ્રા.પં.ને નૂડામાં કે મહાપાલિકામાં સમાવી લેવાય તેનો કોઈ વાંધો નથી પરંતુ નગરપાલિકામાં સમાવી વિકાસ રૂંધવાનું કામ નહીં કરવા દેવામાં આવે. આ બાબતે તમામ સરપંચ હવે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈની મુલાકાત કરશે અને આ વિષય ઉપર ચર્ચા કરી સીએમની પણ મુલાકાત કરશે. ઉપરાંત નગરપાલિકાના પત્ર સામે પણ સખત વાંધો રજૂ કરાશે.

ધારાસભ્ય અને મુખ્યમંત્રીને રજૂઆત કરી યોગ્ય જવાબ અપાશે
તમામ 8 ગ્રા.પં.ના સરપંચોની બેઠક મળી હતી. તેમાં પંચાયતને પાલિકામાં નહીં સમાવાય તેવો ઠરાવ કરવાનો અને મહાપાલિકામાં સમાવવા સામે વાંધો ન હોવાનું નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. આ પત્ર બાબતે ધારાસભ્ય સહિત મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી પાલિકાને યોગ્ય જવાબ પણ અપાશે. મુકેશભાઈ અગ્રવાલ, ડે.સરપંચ, કબીલપોર

અન્ય સમાચારો પણ છે...