તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન સમ્માન નિધિમાં 71 હજાર ખેડૂત નોંધાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી જિલ્લામાં કિસાન સમ્માન નિધિમાં 71 હજારથી વધુ ખેડૂત પરિવારે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. દેશના તમામ નાના અને સિમાંત ખેડૂત પરિવારની ન્યુનતમ આવક સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાનો શુભારંભ વડાપ્રધાનએ ઉત્તરપ્રદેશના ગોરખપુર મુકામેથી કરાવ્યો હતો અને તે અંતર્ગત જિલ્લા કક્ષાએ પણ સમાંતર કાર્યક્રમ ડો.આંબેડકર ભવન, નવસારી ખાતે મહાનુભાવોને હાજરીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં નવસારી જિલ્લાના અલગ અલગ ગામમાંથી ખેડૂત ભાઇઓ અને બહેનો હાજર રહ્યાં હતાં.

પીએમ કિસાન યોજનાના શુભારંભ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કરંજ મત વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઇ ઘોઘારી હાજર રહ્યાં હતાં. અતિથિ વિશેષમાં નવસારી જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ મિતાબહેન પટેલ, નવસારી મત વિસ્તારના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, નવસારી નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ, જિલ્લા વિકાસ અધિકારી ગોહિલ જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. એ.આર.ગજેરા, કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

જિલ્લા વિકાસ અધિકારી ગોહિલ પ્રાસંગિક આવકાર ઉદબોધન કરી જણાવ્યું હતું કે જિલ્લામાં યોજનાના ઝડપી અમલીકરણ માટે જિલ્લા તંત્ર દ્વારા છેલ્લાં 15 દિવસથી એક ઝુંબેશના રૂપે કામગીરી કરી જિલ્લાના કુલ 1,24,589 ખાતેદારોએ પૈકી કુલ 71,503 ખેડૂતોની અરજીઓ મેળવી અને ઓનલાઇન કરાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને સાથે સાથે હજુ પણ ખેડૂતોની અરજી મેળવવાની પ્રક્રિયાઓ સતત ચાલી રહી છે જેથી જિલ્લાના વધુમાં વધુ ખેડૂતોને લાભ આપી શકાય. કાર્યક્રમના મુખ્ય અતિથિ ધારાસભ્ય પ્રવીણભાઇ ઘોઘારી સરકારની વર્તમાન કાર્ય પદ્ધતિની પ્રસંશક કરી જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ આટલા ઝડપથી લોકોને લાભ પહોંચાડવા માટે ક્યારેય કામગીરી કરી નથી વર્તમાન સરકાર ખેડૂત ઉપયોગી યોજનાઓ લાવી રહી છે જેના થકી ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે.

ખેડૂતોને નાણાં જમા થવાના મેસેજ મળ્યાં.

2 હજાર જમા થવાનું શરૂ
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં સરકાર વરસે 6 હજાર રૂપિયા ખેડૂતને આપનાર છે. જે ત્રણ બે-બે હજારના હપતા આપનાર છે. નોંધનીય બાબત એ છે કે પ્રથમ હપતાની બે હજારની રકમ તો લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા પણ થવાની શરૂઆત થઇ ગઇ છે જેના મેસેજ પણ આવી રહ્યાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે. ડો. અતુલ ગજેરા, ખેતીવાડી અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો