પ.બંગાળના હુમલાના વિરોધમાં નવસારીમાં ખાનગી તબીબોની રેલી

Navsari News - 5 private doctors39 rally in navsari against the attack of bengal 071012

DivyaBhaskar News Network

Jun 18, 2019, 07:10 AM IST
પ.બંગાળમાં તબીબ પર થયેલા જીવલેણ હુમલાનાં વિરોધમાં નવસારી મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ખાનગી તબીબોએ 17મીને સોમવારે તબીબી સેવાથી અલિપ્ત રહ્યા હતા. તબીબોએ સવારે વિરોધ રેલી કાઢીને તબીબ પર થતા હુમલાનો વિરોધ કર્યો હતો અને સરકાર સમક્ષ તબીબોના રક્ષણ માટે તાત્કાલિક કાયદો ઘડવા માટે આવેદનપત્ર પણ મોકલાવ્યું હતું.

નવસારીમાં સોમવારે પ.બંગાળમાં તબીબ પર થયેલા જીવલેણ હુમલાનાં વિરોધ માટે ઇન્ડિયન મેડિકલ એસો. સમર્થનમાં આવતા નવસારીમાં ... અનુસંધાન પાના નં.2

ખાનગી તબીબો તબીબી સેવાથી અલિપ્ત રહીને વિરોધ નોંધાવ્યો હતો પરંતુ ઈમરજન્સી સેવા ચાલુ રાખી હતી. સોમવારે સવારે સાંઢકૂવા સ્થિત આવેલા નવસારી મેડિકલ એસો.નાં હોલ ખાતે 100થી વધુ તબીબી એકત્ર થયા હતા અને ત્યાંથી રેલી કાઢવામાં આવી હતી. તબીબોએ રેલી આકારે નવસારીના રાજમાર્ગો ફુવારા થઇ લક્ષ્મણ હોલ ટાવર પાસેથી નગરપાલિકાથી આશાનગર થઇને પરત નવસારી મેડિકલ એસો.નાં હોલ ખાતે આવ્યા હતા. જ્યાં જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર સામે તબીબોના રક્ષણ માટે મજબુત કાયદાનું ગઠન કરવા માટે ઠરાવ કરીને પ્રધાનમંત્રીને ઉદેશીને આવેદનપત્ર આપ્યું હતું.

ફોટો : નવસારીમાં નીકળેલી તબીબોની રેલી.

નવસારીમાં નીકળેલી તબીબોની રેલી.

હુમલો કરનારા પર કાનૂની કાર્યવાહી કરો

 પ.બંગાળમાં તબીબ પરના હુમલાને અમો વખોડી કાઢીએ છીએ. વડાપ્રધાનને અમે સેન્ટ્રલ વાયોલન્સ અગેઇન્સ ડોક્ટર એન્ડ હેલ્થ કેર માટે અપીલ કરીએ છે. આ ઉપરાંત તબીબો ઉપર હુમલા અંગે કાનૂની કાર્યવાહી તરત કરવામાં આવે તેમ પણ જણાવ્યું છે. જીજ્ઞેશ ઘડિયાળી, પ્રમુખ, નવસારી મેડિકલ એસો. નવસારી

X
Navsari News - 5 private doctors39 rally in navsari against the attack of bengal 071012
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી