તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Navsari News 48 Hotels In The District Urged To Remove The Boards From Checking Admission Without The Permission Of The Checking Operators 070014

જિલ્લાની 48 હોટલોમાં ચેકિંગ સંચાલકોને પરવાનગી વગર પ્રવેશ નહીં ના બોર્ડ કાઢવા તાકીદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લામાં નવસારી શહેર અને હાઈવેની હોટલમાં ફૂડ ઈન્સ્પેકટર તથા તેમની ટીમે 48 જેટલી હોટલ-રેસ્ટોરન્ટ બહાર લગાવાયેલી ‘એડમિશન ઓન્લી વીથ પરમિશન’ના બોર્ડની ચકાસણી કરી હતી. જેમાં 60 ટકા હોટલમાં બોર્ડ જણાતા હોટલ સંચાલકોને તે બોર્ડ દૂર કરવા તાકિદ કરવામાં આવી છે અને ગ્રાહકો રસોડુ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવા પણ તાકિદ કરી છે.

રાજ્યના ફૂડ સેફટી કમિશ્નરની કચેરીમાંથી તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા એક નોટીફિકેશનમાં ગ્રાહકોની સત્તાને પોતે જે હોટલમાં કે રેસ્ટોરન્ટમાં જમવાના છે તેમાં ચોખ્ખાઈ જાણવાનો હક આપતો પરિપત્ર બહાર પાડ્યો છે. જેના પગલે ગ્રાહકો સરળતાથી હોટલ કે રેસ્ટોરન્ટના રસોડાની ચોખ્ખાઈ ઉપર નજર રાખી શકશે. જો તે યોગ્ય નહીં હોય તો ગ્રાહક તે રેસ્ટોરન્ટ કે હોટલના સંચાલક સામે કાર્યવાહી કરવા ફૂડ સેફટી વિભાગના અધિકારીને તેની જાણ કરી કાર્યવાહી કરવા અનુરોધ પણ કરી શકશે. દરમિયાન નવસારીમાં શહેરની 21 અને હાઈવે નં. 48 ઉપર આવેલી 27 હોટલ મળી કુલ 48 જગ્યાએ ફૂડ ઈન્સ્પેકટર નિલેશ ડામીએ ચેકિંગ હાથ ધર્યું હતું. ગતરોજથી શનિવારે સાંજ સુધીમાં કામગીરી હાથ ધરી હતી. જેમાં 60 ટકા હોટલમાં ‘પરવાનગી વગર અંદર દાખલ થવું નહીં’ જેવા બોર્ડ રસોડા બહાર લગાવાયેલા જોવા મળ્યા હતા. ૂડ ઈન્સ્પેકટર નિલેશભાઈએ તાકિદ કરી બોર્ડ દૂર કરવા જણાવ્યું હતું. ઉપરાંત ગ્રાહકો રસોડુ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. આગામી દિવસોમાં જો આ હોટલ કે રેસ્ટોરન્ટ સંચાલકોએ સૂચનાને અવગણી હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે.

ગ્રાહક માટે જરૂરી તમામ કાર્યવાહી કરવા તાકીદ
ગ્રાહકો રસોડાની અંદરનો ભાગ જોઈ શકે તે રીતે કાચની બારી અથવા દરવાજો મુકાવવા તાકિદ કરવામાં આવી છે. જિલ્લામાં હોટલ, કેન્ટીન, રેસ્ટોરન્ટ વગેરેના સંચાલકોએ તે કામગીરી કરવી જ પડશે. જો તેમ નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે. હાલ 48 હોટલોમાં ચેકિંગ કરાયું છે, હજી તપાસ ચાલુ છે. નિલેશભાઈ, ફૂડ ઈન્સ્પેકટર, નવસારી

અન્ય સમાચારો પણ છે...