તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાનાં લોક રક્ષક દળનાં 400 કર્મીઓ 3 માસથી વેતનથી વંચિત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી જિલ્લામાં પોલીસને મદદ કરતા ગ્રામ રક્ષક દળનાં 400થી વધુ કર્મીઓ છેલ્લા ત્રણ માસથી વેતનથી વંચિત રહેતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ દળમાં મોટાભાગે આદિવાસી યુવાનો અને ગરીબ પરિસ્થિતિ ધરાવતા યુવાનો જ નોકરી કરતા હોય વેતન ન મળતા ઘરનું જીવનનિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે.

400 ગ્રામ રક્ષક દળનાં યુવાનો ત્રણ શિફ્ટમાં ફરજ બજાવી રહ્યા છે. નવસારીનાં 6 તાલુકામાં યુવાનો ફરજ તો બજાવી રહ્યા છે પરંતુ ગૃહ વિભાગ દ્વારા ગ્રાન્ટ ન આવવાને કારણે 3 માસથી ગ્રામ રક્ષક દળનાં યુવાનો પગારથી વંચિત રહેતા આર્થિક સ્થિતિ બગડી છે. ખેરગામનાં યુવા સામાજીક કાર્યકર અંકુર શુક્લાએ જણાવ્યું કે ખેરગામમાં 70 યુવકો પોલીસકર્મીઓની સાથે કામ કરી રહ્યા છે પરંતુ 3 માસથી પગાર ન થતા તેમના પરિવારની પરિસ્થિતિ બગડી છે. પોલીસ વિભાગ ગ્રામ રક્ષક દળનાં યુવાનો માટે પગાર બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરે તે માટે અનુરોધ કર્યો છે.

ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે
ગ્રામ રક્ષક દળમાં વેતન 6થી 7 હજારની વચ્ચે છે. 3 માસથી પગાર ન આવતા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશું ? બાળકોનાં અભ્યાસનો ખર્ચ કેવી રીતે કાઢીશું ? ફરજ પર આવવા માટે બાઈકનાં પેટ્રોલનો ખર્ચ પણ જેમ તેમ કરીએ છીએ. ગાર થાય તે માટે જાણ કરી છે. વધુ રજૂઆત કરીએ તો અમારા પર તપાસ આવે. ક્યાં જઈએ તેમ ગ્રામ રક્ષક દળનો યુવાનોએ જણાવ્યું હતું.

એકાદ સપ્તાહમાં પગાર જમા થઈ જશે
ગ્રામ રક્ષક દળનાં પગાર માટેની ગ્રાન્ટ ગૃહ વિભાગમાંથી આવે છે. નવસારી માં પહેલા પગાર રેગ્યુલર થતો હતો પરંતુ ૩ માસથી ગૃહ વિભાગની ગ્રાન્ટ ન આવતા પગારથી વંચિત રહ્યા છે. ખબર મળી છે કે ગૃહ વિભાગની ગ્રાન્ટ આવી છે જે ે ફાળવી છે અને નવસારીમાં પણ ગ્રાન્ટ આવી જતા ટ્રેઝરર વિભાગમાં જમા થશે અને ત્યારબાદ જે તે યુવાનોનાં ખાતામાં જમા થશે. એકાદ સપ્તાહમાં પગાર થઈ જશે. વાય.એન.જાડેજા, પીએસઆઈ, ગ્રામ રક્ષક દળ વિભાગ નવસારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો