Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘સત્તાની વાતે મને કદી અપીલ કરી નથી’ : શંકરસિંહ બાપુ
‘સત્તા નામની વાતે મને કદી અપીલ કરી નથી’’ ઉક્ત વાક્ય આજે રવિવારે નવસારીની મુલાકાતે એનસીપીના સંમેલનમાં હાજરી આપવા આવેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ કહ્યું હતું.
સંમેલનમાં વાઘેલાએ કહ્યું કે મેં બધી જ સત્તા ભોગવી છે. હું મુખ્યમંત્રી બન્યો, વિધાનસભામાં વિપક્ષી નેતા બન્યો, કેન્દ્ર સરકારમાં પણ મંત્રી પદ ભોગવી ચુક્યો છું. મને સત્તાની કોઈ નવાઈ નથી. બીજેપીને જ્યાં સુધી સત્તા મળી ન હતી ત્યાં સુધી ‘આદર્શ’’ હતા, સત્તા મળતા જ તેના નેતાઓ ઉંચી લાઈફ જીવતા થઈ ગયા.
વાઘેલાએ પક્ષના કાર્યકરોને આગામી જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણી અને 2022ની વિધાનસભાની ચૂંટણીનું લક્ષ રાખવા જણાવ્યું હતું. તેમને 2જી ફેબ્રુઆરીએ સુરતમાં યોજાનારા શક્તિ દલની શિબિરની તૈયારી કરવાની વાત કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે એનસીપીના આ પ્રથમ નવસારીના સંમેલનમાં સારી હાજરી જણાઈ હતી. સંમેલનને કિશોરસિંહ સોલંકી, બબનદાસ પટેલ, વિનોદ નાયકે પણ સંબોધન કર્યું હતું.
નવસારીમાં સંબોધન કરતા શંકરસિંહ અને ઉપસ્થિત લોકો.
મોદી, શાહનો ઉલ્લેખ નહી
સામાન્યતઃ બાપુનું ભાષણ તીખું જોશીલું હોય છે.જોકે નવસારીમાં તેનો અભાવ હતો અને ધીમા સુરે વિવાદિત બયાન આપવાથી દૂર રહ્યા હતા. સંબોધનમાં મોદી, અમિત શાહનો સીધો યા આડકતરો પણ ઉલ્લેખ કર્યો ન હતો અને હાલના વિવાદિત મુદ્દા સીએએ યા એનઆરસી વગેરેનો પણ ઉલ્લેખ સુદ્ધા કર્યો ન હતો.