તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી સ્ટેશન વિસ્તારમાં‘ભૂવો’ 200 કલાકે પણ હજુ પૂરી શકાયો નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના રેલવે સ્ટેશન વિસ્તારમાં પડેલા ભૂવાને આજે 200 કલાક વિતી ગયા છે ત્યારે હજુય ભૂવો પુરાયો નથી અને માર્ગ ઉપરની અવરજવર પણ બંધ જ રહી છે.

નવસારીમાં રેલવે ફાટકની સામે પશ્ચિમ વિભાગમાં માર્ગમાં 1લી એપ્રિલને સોમવારે રાત્રે એક ટ્રક ખૂંપી જઈ ભૂવો પડ્યો હતો. લગભગ 18-20 ફૂટનો ઉંડો-પહોળો ભૂવો જે માર્ગમાં પડ્યો ત્યા વાહનોની અવરજવર મંગળવારથી બંધ થઈ ગઈ હતી. આ મસમોટા ભૂવાનું કામ પાલિકાએ મંગળવારથી શરૂ કર્યું હતું. તેને આજે બુધવારે 200 કલાક પુરા થઈ ગયા છતાં ભૂવાનું કામ જારી જ રહ્યું છે અને ભૂવો પુરી શકાયો નથી. ભૂવો પૂરી ન શકાતા આ માર્ગ ઉપરથી વાહનોની અવરજવર પણ હજુ બંધ જ રહી છે. નવસારીના પશ્ચિમ વિસ્તારના લોકો 8 દિવસથી ત્રાહિમામ પોકારી ગયા છે.

મસમોટા ભૂવાની અંદરથી બે ડ્રેનેજ લાઈનો 15-18 ફૂટે ઉંડેથી પસાર થાય છે એ લાઈન તૂટતા રિપેરિંગનુ કામ અઘરુ હતું. પાણીની બેથી ત્રણ લાઈન અસરગ્રસ્ત થઈ હતી. આ ઉપરાંત ટેલિફોનની તો અનેક લાઈનો પસાર થાય છે, જે મરામત કરવા તંત્રને નવનેજા ઉતરી રહ્યા છે. પાલિકા સૂત્રો હવે નજીકના સમયમાં ભૂવો પુરાઈ માર્ગ ઉપરની અવરજવર રાબેતા મુજબ થશે એવું જણાવી રહ્યા છે.

બુધવારે પણ ‘ભૂવા’ સ્થળે જારી કામગીરી.

અન્ય સમાચારો પણ છે...