તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરીયાચ ટોલનાકે ચેકિંગમાં 2.88 લાખનો દારૂ પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાં ને.હા.નં.48 બોરીયાચ ટોલનાકા ખાતે પ્રોહીબીશન કેસો અટકાવવા માટે ગ્રામ્ય પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે દમણ તરફથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પો બોરીયાચ ટોલનાકા પાસે આવતો હતો તે પહેલા પોલીસે તેને ઉભી રાખવાનો ઇશારો કરતા ડ્રાઇવર ટેમ્પો થોડે દૂર મુકી ભાગી ગયો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતા રૂ. 2.88 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કરી ટેમ્પો મળી કુલ રૂ.9.88 લાખનો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો. વધુ તપાસ ગ્રામ્ય પોસઇ ટી.આર.ચૌધરી કરી રહ્યાં છે.

નવસારી ગ્રામ્ય પોલીસનાં અ.પો.કો હિરેન હર્ષદભાઇ તથા સ્ટાફ ને.હા.નં.48 બોરીયાચ ટોલનાકા પાસે પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં. ત્યારે સાંજે 3 વાગ્યાનાં સુમારે મુંબઇથી અમદાવાદ ટ્રેક પરથી ટેમ્પો નં.જીજે.19.એક્ષ.5885 ટોલનાકા પાસે આવનાર હતો તેને પોલીસકર્મીઓએ સરકારી લાકડી વડે ઉભી રાખવાનો ઇશારો કર્યો હતો. જેથી પોલીસ તે જોઇ ગભરાઇ જતા ટેમ્પા ચાલકે પોતાનો ટેમ્પો આગળ ઉભી રાખીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. તપાસ કરતા 120 પુઠાના બોક્ષમાં કુલ બોટલ નંગ. 5760 કિંમત રૂ. 2.88 લાખ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...