તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આલીપોર ગામેથી 2.24 લાખનો દારૂ ઝડપાયો, 2 વોન્ટેડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરઆરસેલનાં સ્ટાફે સોમવારના રોજ સવારના સમયે આલીપોર ગામના મજીદેવ ફળિયામાં છાપો મારી આરોપી કાંતિભાઇ રવજીભાઇ નાયકાના કબજાના ભોગવટના મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 3459 નો 2,24,400/- રૂપિયાનો જથ્થો કબજે કર્યો હતો. વધુમાં પોલીસની રેડ દરમિયાન બુટલેગરો દારૂની હેરાફેરી કરતા પોલીસને નજરે પડ્યા હતાં પરંતુ પોલીસને જોઇને અંધારાનો લાભ લઇ ભાગી જતા પોલીસે આલીપોર મજીવેદ ફળિયાના પિતા-પુત્ર કાંતિ રવજીભાઇ નાયકા, પરેશ કાંતિલાલ નાયકા એમ બે જેટલા સામે ગુનો નોંધી બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોસઇ પી.કે.પટેલે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...