નવસારીમાં 2 દિવસમાં 2 અજગર પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી તાલુકાના પૂણી ગામે છેલ્લા બે દિવસમાં 2 મહાકાય અજગર પકડાયા હતા. નવસારી તાલુકામાં આવેલા પૂણી ગામે છેલ્લા બે દિવસમાં બે મહાકાય અજગર પકડાયા હતા. ગ્રામજનોના જણાવ્યાનુસાર શેરડીના ખેતરમાં અજગર રહેતા હોય તેની કાપણી થઇ જતા અજગર બહાર ખોરાક શોધતા બહાર નીકળી આવે છે. નવસારી તાલુકાનાં પૂણી ગામે 10મીએ રમણ પટેલના ખેતરમાંથી 14 ફૂટ લાંબા અજગર રસ્તા ઉપર આવી ગયો હતો. જેની જાણ બળવંત પટેલે યુવાનોને કરતા સાતેમ ગામનાં નિખિલ પટેલે આ અજગરને પકડી લીધો હતો અને ગણદેવા ગામનાં જંગલમાં છોડી દીધો હતો. 11મીએ બપોરના સુમારે પૂણી ગામે જ જગદીશ પટેલની વાડીમાં પણ 15 ફૂટ જેટલો અજગર દેખાયો હતો. તેમણે ગામના યુવાનોને તુરંત જાણ કરતા અશોક અને કલ્પેશ પટેલે આ અજગરને જહેમત ઉઠાવી ઝડપી લીધો હતો. આ અજગરનું વજન કરતા 17 કિગ્રા હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા બે દિવસથી સતત બે અજગરો પૂણી ગામેથી મળી આવતા લોકોમાં ભય ફેલાયો છે. આ ઝડપાયેલા અજગરને જંગલ ખાતાની સૂચના અનુસાર ગણદેવા ગામે આવેલા વનમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

અજગરો શેરડીના ખેતરોમાં વસે છે
પૂણી ગામે આવેલાં શેરડીનાં ખેતરો આવેલા હોય અજગરો આવા શેરડીના ખેતરોમાં રહેતા હોય છે. હાલ શેરડીની કાપણી થઇ ગઈ હોય અજગરો ખેતરમાંથી બહાર આવી જાય છે. પકડાયેલા અજગરોને ગણદેવા અથવા નોગામા ગામનાં જંગલોમાં છોડી દેવાય છે. બળવંત પટેલ, ખેડૂત, પૂણી ગામ

પૂણી ગામેથી પકડાયેલો અજગર.

અન્ય સમાચારો પણ છે...