તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં એક દિવસમાં 18 મિલકત સીલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી પાલિકાએ ગુરુવારે વેરા બાકીદારો સામે સપાટો બોલાવી વિવિધ વિસ્તામાં આવેલી 18 મિલકતોને સીલ કરી
દીધી હતી.

2019-20ના નાણાકીય વર્ષ પૂરું થવાને થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે નવસારી પાલિકાએ કડક વસૂલાત શરૂ કરી દીધી છે. જે વધુ રકમના બાકીદારો છે તેમની મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ કરી છે. આજે ગુરુવારે તો પાલિકાએ સપાટો બોલાવી એક જ દિવસે શહેરમાં 18 મિલકતો સીલ કરી દીધી હતી. જે મિલકતો સીલ કરી તેમાં દાદાટટ્ટુ મહોલ્લામાં 3, સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં 9, ગૌતમ એપાર્ટમેન્ટમાં 2, ઝવેરી સડક વિસ્તારમાં 2 અને પાર ફળિયામાં 2 મિલકતો સીલ કરવામાં આવી હતી. ગૌતમ એપાર્ટમેન્ટમાં મોટી રકમની બાકી હતી. તમામ 18 મિલકતો મળી પાલિકાની પાંચેક લાખ રૂપિયાથી વધુની બાકી હોવાનો અંદાજ છે.

અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાની કડકાઇથી હાલ વસુલાત પણ વધી છે. આજે ગુરુવારે એક જ દિવસે 4.21 લાખની વસૂલાત આવી હતી. મિલકત જપ્તીની પણ વધુ નોટિસ અપાઈ હતી.

ગુરુવારે 4.21 લાખની વસુલાત, હવે મોટા બાકીદારોની મિલકત પર પાલિકા તવાઇ બોલાવશે

વિજલપોર ઉદ્યોગનગરમાં 7 મિલકત સીલ

વિજલપોર ઉદ્યોગનગર વિસ્તારમાં અહીંની પાલિકાએ 7 મિલકતો સીલ કરી હતી. અન્ય 7 મિલકતધારકોએ નાણાં ભરતા તેમની મિલકત સીલ થતા બચી ગઈ હતી. વિજલપોરમાં પણ વેરાના મોટા બાકીદારોની મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ થઈ છે. આજે ગુરુવારે પાલિકા તંત્રે ઉદ્યોગનગર વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં કુલ 7 મિલકતો સીલ કરી દીધી હતી, જેમાં 2 દુકાનો અને 5 ફેકટરીનો સમાવેશ થાય છે. ઉદ્યોગનગર વિસ્તારમાં જ અન્ય 7 મિલકતોની મોટી વેરાની બાકી હોઈ તે પણ સીલ કરવા તજવીજ હાથ ધરી. જોકે ત્યાં ફેક્ટરીવાળાએ બાકી રકમ ભરી દેતા ફેકટરી સીલ કરાઈ ન હતી. 1.57 લાખની બાકી આ મિલકતધારકોએ ભરી દીધી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો