તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારડોલીના યુવકની 161 કિમીની દોડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા ખાતે સુરતી રનર્સ ગૃપ દ્વારા ત્રણ દિવસીય સમીટ નામની અલ્ટ્રા રેસ રાખવામાં આવી હતી. જેમાં પાંચ અલગ અગલ રેસમાં ભાગ લેવા 150 જેટલા દેશ વિદેશના સ્પધકો આવ્યા હતા. જેમાં બારડોલીનો દોડવીર 100 માઈલની દોડમાં ભાગ લીધો હતો. જે 31 કલાકમાં સમય કરતા પહેલા પૂર્ણ કરી પ્રથમ પુરસ્કાર મેળવી બારડોલી પ્રદેશનું નામ રોશન કર્યુ છે. સાપુતારા ખાતે છેલ્લા ચાર વર્ષથી સુરતી રનર્સ ગૃપ દ્વારા સમીટ નામની અલ્ટ્રા રેસનું આયોજન થાય છે. જેમાં 25, 50, 100, 161 અને 220 કીમીની વિવિધ રેસનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેસમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી 150થી વધુ સ્પર્ધકો આવ્યા હતા. જેમાં બારડોલીનો યુવાન અને ડાયમંડ જવેલરીનો શોરૂમ ધરાવતા સમીરભાઈ કાવાણીએ 161 કિમી ની સ્પર્ધામાં ભાગ લીધો હતો. સાપુતારાની શિલ્પી હોટેલથી શરૂ થઈ ગુલકુંડ આહવા ડાંગના જંગલોના ઉતાર ચઢાવ અને કાચા રસ્તામાંથી પસાર થઈ શિલ્પી હોટેલ પર પરત પહોંચવાનું હોય હતું.

અન્ય સમાચારો પણ છે...