તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાડીચૌંઢા ગામે સેવાસેતુ કાર્યક્રમમાં 1455 અરજીનો નિકાલ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકા સેવાસેતુ કાર્યક્રમ વાડીચૌંઢા ગામે પ્રાથમિક શાળામાં યોજાયો હતો, જેમાં 1455 જેવા અરજદારોના પ્રશ્નોના નિકાલ સ્થળ પર કરવામાં આવ્યો હતો. લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ મામલતદાર વિશાલ યાદવ, ભાવેશ પટેલ અને તાલુકા પંચાયતના રાજેન્દ્રસિંહ પાંજરોલીયા, સરસ્વતીબેન, વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ પટેલ, રસિક ટાંક, સંજય બિરારી, ભૂપેન્દ્ર પટેલ વગેરે અરજદારોને મદદરૂપ બન્યા હતા. આ કાર્યક્રમમાં કેલીયા, પીપલખેડ, વાડીચૌંઢા, સુખાબારી, રવાણીયા ગામના તલાટીઓ અને સરપંચો હાજર રહ્યા હતા. નાયબ મામલતદારોની હડતાળ હોવા છતાં મામલતદાર ઓફિસનો સ્ટાફ ખડેપગે ઉભા રહી અરજદારોના પ્રશ્નો નિકાલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...