તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી ચેમ્બરની ચૂંટણીમાં 7 હોદ્દા માટે 14 ઉમેદવાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લાની સૌથી મોટુ વેપારીઓનું સંગઠન નવસારી ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ચૂંટણીમાં ચેમ્બરના કુલ 7 હોદ્દા માટે 14 પત્રકો ભરાયા છે.

નવસારી ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની 2019-20ના વર્ષની ચૂંટણી જાહેર થઈ હતી. જે માટે 13 એપ્રિલથી આજે 16 એપ્રિલ સુધી ઉમેદવારીપત્રક ભરવાની મુદત હતી. પત્રકોની ચકાસણી બાદ 16મી એપ્રિલે જ માન્ય ઉમેદવારી પત્રકોની જાહેરાત પણ થઈ હતી.

આ જાહેરાત મુજબ ચેમ્બરના કુલ 7 પદ (હોદ્દા) માટે 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. સૌથી મહત્ત્વના હોદ્દા પ્રમુખપદ માટે જયંત મહેતા ઉર્ફે દેવુભાઈ અને શંકરભાઈ અરજણભાઈ પટેલ રેસમાં રહ્યા છે. પ્રદીપ જૈને રાજીનામુ આપ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી પ્રમુખપદે દેવુભાઈ મહેતા કાર્યરત છે. આ ઉપરાંત અન્ય હોદ્દાની સ્થિતિ જોતા પ્રથમ ઉપપ્રમુખપદ માટે જયંતિ કાનાણી અને હરીશ પારેખ, દ્વિતીય ઉપપ્રમુખ માટે નંદુલાલ કાંજાણી અને સુરેશ ટી. પટેલ, માનદમંત્રી માટે આનંદ ડી. નાયક અને જીતેન્દ્ર એન. પટેલ, પ્રથમ માનદ સહમંત્રીપદ માટે રમેશ એરવાડીયા અને હરીશ મંગલાણી, દ્વિતીય માનદ સહમંત્રીપદ માટે જીગીશ શાહ અને પરિમલ એન. દેસાઈ તથા ખજાનચીપદ માટે સંજય ઠાકોરભાઈ ગાંધી અને હેમંત મિસ્ત્રીનો સમાવેશ થાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે 18મી એપ્રિલ અને 20મી એપ્રિલે પત્રકો ખેંચી શકાશે અને ત્યારબાદ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થશે.આગામી સમયમાં નવસારી ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...