તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજગાર મેળામાં 1240 ઉમેદવારે ભાગ લીધો, 265ની પસંદગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંબેડકર ભવન, કાલીયાવાડી, નવસારી ખાતે શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નવસારી તથા આઇ.ટી.આઇ.બીલીમોરાના સંયુકત ઉપક્રમે યોજાયેલ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો, એપ્રેન્ટિસ ભરતી મેળો તેમજ સ્વરોજગાર શિબિરનું ઉદ્દઘાટન રાજ્ય આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીએ કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, સરકાર બેરોજગાર યુવાનોને રોજગારી આપવા કટીબદ્ધ છે. એપ્રેન્ટીસ એ મહત્વનું પ્લેટફોર્મ છે. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવક-યુવતીઓની સાથે ધોરણ 10-12 આઇ.ટી.આઇ પાસ કરેલ ઉમેદવારોને પણ રોજગારી પુરતી તકો મળે તેવો રાજય સરકારનો અભિગમ છે.

કલેકટર આદ્રા અગ્રવાલે જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં વધુને વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થાય અને સરકારી અને ખાનગી બંને સેક્ટરમાં યુવાનોની નોકરિયાતોની જરૂરિયાતો પ્રમાણે યુવાનોને રોજગારી મળે તે માટે ખાસ કરીને નોકરીદાતા સાથે પરામર્શ કરીને આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે એપ્રેન્ટીસ હેઠળ સેવામાં જોડાનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અપાયા હતા તેમજ મંત્રીએ રોજગાર વાંચ્છુઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. અહી 14 કંપની ભરતીમેળામાં આવેલી હતી. રોજગાર ભરતીમેળામાં ઉત્સાહભેર 1240 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 26 ઉમેદવારોની પસંદગી પામ્યા હતાં.

મહાનુભાવોના હસ્તે એપ્રેન્ટીસ હેઠળ સેવામાં જોડાનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા

આહવામાં 530 રોજગારવાંછુઓમાંથી 163ની પ્રાથમિક પસંદગી કરાઈ
સાપુતારા | ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા (ડાંગ દરબાર હોલ) ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને, કલેકટર એન.કે.ડામોર, ડીડીઓ એચ.કે.વઢવાણિયા સહિત નોકરીદાતાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી એ જણાવ્યું હતું કે વધુમાં વધુ યુવાન-યુવતિઓ કૌશલ્યથી રોજગારી મેળવી શકે તે માટે દરેકે પ્રયાસ કરી આર્થિક પગભર બનવુ જોઈએ. કલેકટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે કંપનીઓની સાથે સાથે રોજગાર કચેરી દ્વારા યોજાતા લશ્કરી ભરતી મેળાની પણ તૈયારી કરવી જોઈએ. રોજગાર અધિકારી વિનોદભાઈ ભોયેએ સૌ જણાવ્યું હતું કે જિલ્લા રોજગાર કચેરી દ્વારા દર મહિને ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક ભરતી મેળો યોજાય છે છે. કુલ 530 રોજગારવાંચ્છુઓ આ ભરતીમેળામાં ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી 163ની પ્રાથમિક પસંદગી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...