તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેમ્પોમાં મમરાની આડમાં લઈ જવાતો 1.24 લાખનો દારૂ ઝબ્બે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદા પોલીસને મળેલી બાતમીના આધારે ખડકાળા સર્કલ પાસે નાકાબંધી કરી મહારાષ્ટ્રથી બારડોલી ટેમ્પોમાં મમરાની આડમાં લઇ જવાતો રૂ. 1.24 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે 5.34 લાખના મુદ્દામાલ સાથે ચાલકની અટક કરી હતી. જ્યારે અન્ય સગીર નીકળતા જુવેનાઈલ કોર્ટમાં રજૂ કર્યો હતો.

વાંસદા પીએસઆઇ પી.પી.વસાવા અને વિરેન્દ્રસિંહ વાઘેલા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે સાપુતારા વઘઇ તરફથી ટેમ્પો (નં. જીજે-23-વાય-9468)માં મમરાની બોરીની નીચે દારૂ ભરી વાંસદા-હનુમાનબારી થઈ બારડોલી તરફ જનાર છે. પોલીસે વાંસદા નજીક ખડકાળા સર્કલ પાસે નાકાબંધી કરી બાતમીવાળો ટેમ્પો આવતા ચાલકને ઉભો રાખવા ઈશારો કર્યો હતો. પોલીસને જોઈ ચાલક ટેમ્પો થોડેક દૂર લઈ જઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ચાલક કાલુરામ ઉદેરામજી મેઘવાલ (દેવાસી) (હાલ રહે. ડીંડોલી, સુરત, મૂળ રહે. ગોપાલપુરા, તા. આમેટ, રાજસ્થાન)ની અટક કરી હતી. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા દારૂની 2088 નંગ બોટલ કિંમત રૂ. 1.24 લાખ, મમરાની બોરી કિંમત રૂ. 9600 અને ટેમ્પો કિંમત રૂ. રૂ. 4 લાખ મળી કુલ રૂ. 5,34,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે કલીનર સગીર નીકળતા તેને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન ચાલકે દારૂ ભરેલો ટેમ્પો નાસિક પુલ નીચે નરેન્દ્ર (રહે. જોલવા, તા.પલસાણા) આપી ગયો હતો અને બારડોલી પહોંચી પુલ પાસે ઉભા રહેવા કહ્યું હતું ત્યાંથી તે ટેમ્પો લઈ જશે એવું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે નરેન્દ્રને વોન્ટેડ જાહેર
કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...