તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાની યુવતીના હત્યા કેસના વિરોધમાં 12 સંસ્થાનું આવેદન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં મોડાસા ગામે દલિત સમાજની તરૂણીનું અપહરણ અને હત્યાનાં કેસમાં આરોપીને ફાંસીની સજા થાય તે માટે નવસારીની 12 જેટલી સંસ્થાઓએ આજે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જ્યારે વાંસદા અને ચીખલીમાં બીટીએસ સંસ્થા દ્વારા મામલતદારને આવેદન અપાયું હતું.

નવસારીમાં કલેકટરને આજે વિવિધ સંસ્થાઓમાં ભીલીસ્તાન ટાયગર સેનાનાં પંકજ પટેલ, એડવોકેટ પરેશ વાટવેચા, ભાવેશ પરમાર અને અગ્રણીઓએ કલેકટરને ઉદેશીને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું કે ગુજરાતનાં અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાનાં સાયરા ગામે અનુ.જાતિની દીકરી ઉપર અપહરણ કરી તેની હત્યા કરવાના ગુનામાં લાંબા સમય પછી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગુજરાતમાં બહેન દીકરીઓ સલામત નથી, સત્તા પક્ષની નાકામિયાબી છે, જેમાં આરોપીઓને છાવરવામાં આવ્યા છે. દેશમાં દર કલાકે મહિલા દુષ્કર્મનો ભોગ બને છે. આ ઘટનાની તપાસ સીઆઈડીને સોંપવામાં આવે, દુષ્કર્મનાં કેસમાં 21 દિવસમાં કેસ ચલાવીને આરોપીને સખત સજા આપવા માંગ કરી હતી. ભોગ બનનાર પરિવારને રૂ.50 લાખ અને તેમના પરિવારનાં એક સભ્યને સરકારી નોકરી અપાય તેમજ ભોગ બનનારને પોલીસનું રક્ષણ મળે તેમજ આ ઘટનામાં મોડેથી કામગીરી કરનારાઓને સસ્પેન્ડ કરવા જોઈએ એવો અનુરોધ કરાયો હતો.

નવસારીમાં કલેકટર કચેરીએ આવેદન આપવા પહોંચેલા સંસ્થાના સભ્યો.

કઈ કઈ સંસ્થાએ આવેદન આપ્યું
વિદ્યાસંજીવની મંડળ, ભીલીસ્તાન ટાયગર સેના, ભીમ સૈનિક મિત્ર મંડળ, ભારતીય બહુજન હિતાય સંઘ, સિમ્બોલ ઓફ નોલેજ ગ્રુપ, માતોશ્રી રમાબાઈ મહિલા મંડળ, સામાજિક એકતા જાગૃતિ મિશન, સમતા સૈનિક દળ, વંચિત બહુજન આઘાડી, સમસ્ત અનુ.જાતિ સમાજ, સાવિત્રી બાઈ ફૂલે મહિલા મંડળ અને માતોશ્રી રમાબાઈ ભીમરાવ આબેડકર સમાજ મંડળ.

ભીલીસ્તાન ટાઇગર સેનાની કેન્ડલ માર્ચ
મોડાસાની તરૂણી સાથ નરાધમોએ દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી જેના વિરોધમાં વાંસદા ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા કેન્ડલ માર્ચ કાઢી હત્યારાઓને ફાંસીની સજા મળે એવી માંગ સાથે વાંસદાના માસમલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે વાંસદા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, નરેશભાઈ ગાયકવાડ, રાકેશભાઈ પટેલ સહિત બીટીએસના સભ્યો હાજર રહ્યા હતા.

ચીખલી મામલતદારને આવેદન અપાયું
ચીખલી તાલુકા બીટીએસ દ્વારા મોડાસાની દલિત સમાજની યુવતીની બળાત્કાર ગુજારી હત્યા કરવાના ગુનામાં હત્યારાઓને ફાંસી આપવાની માંગ સાથે તેમજ યુવતીને શ્રદ્ધાંજલી આપવા માટે રવિવારે રાત્રે રાનકુવા ખાતે કેન્ડલ માર્ચ કરી હતી અને સોમવારે ચીખલી તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ચીખલી તાલુકા ભીલીસ્તાન ટાઈગર સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભાસ્કર ન્યૂઝ | નવસારી

તાજેતરમાં મોડાસા ગામે દલિત સમાજની તરૂણીનું અપહરણ અને હત્યાનાં કેસમાં આરોપીને ફાંસીની સજા થાય તે માટે નવસારીની 12 જેટલી સંસ્થાઓએ આજે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જ્યારે વાંસદા અને ચીખલીમાં બીટીએસ સંસ્થા દ્વારા મામલતદારને આવેદન અપાયું હતું.

નવસારીમાં કલેકટરને આજે વિવિધ સંસ્થાઓમાં ભીલીસ્તાન ટાયગર સેનાનાં પંકજ પટેલ, એડવોકેટ પરેશ વાટવેચા, ભાવેશ પરમાર અને અગ્રણીઓએ કલેકટરને ઉદેશીને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું કે ગુજરાતનાં અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાનાં સાયરા ગામે અનુ.જાતિની દીકરી ઉપર અપહરણ કરી તેની હત્યા કરવાના ગુનામાં લાંબા સમય પછી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગુજરાતમાં બહેન દીકરીઓ સલામત નથી, સત્તા પક્ષની નાકામિયાબી છે, જેમાં આરોપીઓને છાવરવામાં આવ્યા છે. દેશમાં દર કલાકે મહિલા દુષ્કર્મનો ભોગ બને છે. આ ઘટનાની તપાસ સીઆઈડીને સોંપવામાં આવે, દુષ્કર્મનાં કેસમાં 21 દિવસમાં કેસ ચલાવીને આરોપીને સખત સજા આપવા માંગ કરી હતી. ભોગ બનનાર પરિવારને રૂ.50 લાખ અને તેમના પરિવારનાં એક સભ્યને સરકારી નોકરી અપાય તેમજ ભોગ બનનારને પોલીસનું રક્ષણ મળે તેમજ આ ઘટનામાં મોડેથી કામગીરી કરનારાઓને સસ્પેન્ડ કરવા જોઈએ એવો અનુરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો