તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકી સાથે દુષ્કૃત્યના પ્રયાસ કેસમાં આરોપીને 10 વર્ષની કેદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચીખલી પંથકમાં રહેતી એક 10 વર્ષની બાળકી એપ્રિલ 2014માં તેના જ ગામમાં રહેતા રાજેશ ભાઈલાલભાઈ ડાભીને ત્યાં તેના ભાઈના છોકરા સાથે રમવા ગઈ હતી. આ દરમિયાન આશરે 25 વર્ષની વયના યુવાન રાજેશ ડાભીએ બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ રાજેશે બાળકીને આ દુષ્કૃત્ય અંગે કોઈને કહેશે તો તેને અને તેની માતાને મારી નાંખશે એવી ધમકી પણ આપી હતી. આ વાત બહાર આવતા ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી અને બાદમાં નવસારી કોર્ટમાં કેસ ચાલી ગયો હતો, જ્યાં સરકાર પક્ષે એડવોકેટ તુષાર સુળેએ દલીલ કરી હતી. શુક્રવારે નવસારીના સ્પેશ્યલ જજ અને એડિશનલ સેશન્સ જજ એચ.બી. પાનેરીએ ચૂકાદો આપ્યો હતો. જે અંતર્ગત આરોપી રાજેશ ડાભીને આઈપીસી 376, 511 મુજબના ગુના તથા પોક્સો એકટ 2012ની કલમ 4,8,18 મુજબના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા કરી હતી. આ ઉપરાંત 20 હજારનો દંડ કર્યો, દંડ ન ભરે તો 6 મહિનાની સાદી કેદની સજા કરી હતી. આઈપીસી કલમ 506 (2)માં 6 માસની સખત કેદની સજા અને 1 હજારનો દંડ કર્યો, દંડ ન ભરે તો 3 માસની સાદી કેદની સજા કરી હતી. વધુમાં દંડની રકમ 20 હજાર ભરેથી તેમાંથી 10 હજાર ભોગ બનનારને વળતર પેટે ચૂકવવાનું પણ જણાવ્યું હતું. આ કેસમાં ભોગ બનનારની જુબાની સહીતના પુરાવા મહત્ત્વના સાબિત થયા હતા. કોર્ટે ચૂકાદામાં બાળકી ઉપર કુમળી વયમાં ગુનો બન્યો હોય તેના માનસ ઉપર આજીવન અંકિત રહેતું હોય ગંભીર પણ ગણાવ્યું હતું.

ચીખલીમાં બાળકીને ખૂનની ધમકી પણ આપી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો