Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હોન્ડથી ટેમ્પોમાં લઈ જવાતો 3.56 લાખનો દારૂ સાથે 1ની ધરપકડ, 1 વોન્ટેડ
સુરત આર.આર.સેલની ટીમ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ સમયે તેમને મળેલી બાતમીના આધારે ચીખલી નેશનલ હાઈવે નં. 48 ઉપર આવેલ હોન્ડ ગામેથી ટાટા ટેમ્પોમાંથી 3,56,400નો દારૂ સાથે ટેમ્પોના ચાલકને ઝડપી પાડી 1ને વોન્ટેડ જાહેર કર્યો છે.
સુરત આર.આર.સેલની ટીમ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ સમયે તેમને બાતમી મળી હતી કે દમણથી ટેમ્પોમાં દારૂનો જથ્થો ભરીને સુરતના કામરેજ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે સુરત આરઆરસેલની ટીમે ચીખલી હાઈવે નં. 48 ઉપર આવેલા હોન્ડ ગામની હદમાંથી મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર સવારે વોચ ગોઠવી હતી. એ સમયે બાતમીવાળો ટેમ્પો આવતા તેને રોકી તેમાં તપાસ કરતા દારૂની નાની-મોટી બોટલો નંગ 2844 કિંમત રૂ. 3,56,400 મળી આવી હતી. પોલીસે દારૂ સહિત એક મોબાઈલ કિંમત રૂ. 5 હજાર તથા ટેમ્પો કિંમત રૂ. 8 લાખ મળી કુલ રૂ. 11,61,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ટેમ્પોના ચાલક અંબાલાલ હેરજીભાઈ પટેલ સાવાણી (રહે. ગોકુળનગર, કામરેજ, સુરત, મૂળ રહે. થોરાડા, રાજકોટ તથા ચૈતન્ય બિલ્ડીંગ મહાલક્ષ્મી નગર હીરાબા વાડી પંચવટી નાસિક)ને ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો ભરાવનાર સુનિલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ખેરગામ પીએસઆઈ જે.એસ.પટેલને સોંપવામાં આવી છે.