અકસ્માત / વાંસદામાં મુસાફરો ભરેલી રીક્ષા પહાડ પરથી નીચે પટકાતા 6 ઈજાગ્રસ્ત થયા

DivyaBhaskar.com | Updated - Jan 11, 2019, 05:44 PM
traveler fill rickshaw down from mount, five injured in vansada
X
traveler fill rickshaw down from mount, five injured in vansada

  • બ્રેક ફેઈલ થઈ જતા દુર્ઘટના સર્જાઈ

સુરતઃ વાંસદાના કણધાગામ અને સામરપાડા નજીક મુસાફરો ભરેલી રીક્ષા પહાડ પરથી નીચે પટકાતા 6 ઈજાગ્રસ્ત થયા હતા. લીમઝર લોકેશનની 108ની ટીમ ઘટનાની જાણ બાદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને 4 મહિલા સહિત 6ને 108ની મદદથી વાંસદા PHC પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

 

રીક્ષા ખીણમાં પડતા બચી ગઈ
 
108ના કર્મચારી સેજલ પટેલે જણાવ્યું હતું કે, કોલ મળતાની સાથે જ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રીક્ષાના ડ્રાઈવરે જણાવ્યું હતું કે, બ્રેક ફેઈલ થઈ હતા. પહાડ પરથી રીક્ષા નીચે પચકાઈ હતી અને નીચે રોજ પરથી વધુ નીચે પટકાવા જઈ રહી હતી. દરમિયાન એક વૃક્ષ આવી જતા રીક્ષા અટકી ગઈ હતી. જેથી તમામનો બચાવ થયો હતો. ઈજાગ્રસ્તોએ જણાવ્યું હતું કે, ડાંગમાં પ્રવાસની બસના અકસ્માતની યાદ તાજી થઈ ગઈ હતી. 

રીક્ષા અકસ્માતના ઈજાગ્રસ્ત

1.- ઝીંકાબેન જીવું ચવધરી (ઉ.વ.60)
- મણિલાલ રામજી ચવધરી (ઉ.વ.21)
- આશિક ગાંસુર ચવધરી
- જાનીબેન ઉલા નેવળ (ઉ.વ.50)
- સોમલીબેન જતુર ચવધરી (ઉ.વ.60)
- બાતુંબેન ગનજુભાઈ ચવધરી (ઉ.વ.55)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App