ચોમાસામાં ખીલી ઉઠ્યું સાપુતારા હિલ સ્ટેશન, મનમોહક બન્યો નજારો

અહીં નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુંભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે

DivyaBhaskar.com | Updated - Jul 14, 2018, 03:07 PM
Saputara Hill Station- Visit AT Least Once In Rainy Season

અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં થઇ રહેલા વરસાદના કારણે તેના પર્વતીય વિસ્તાર પર લીલોતરીની ચાદર પથરાઇ છે. તેમજ સતત વરસાદ તથા વાદળછાયું વાતાવરણ આહલાદક બન્યું છે. ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા હિલ સ્ટેશન ગુજરાત ટુરીઝમ માટે બેસ્ટ ડેસ્ટિશન માનવામાં આવે છે. કેમકે મોનસુનમાં સાપુતારાનો નજારો વધુ મનમોહક અને આકર્ષિત બની જાય છે. સાપુતારા હિલ સ્ટેશનનું નામ દેશના ટોપના હિલ સ્ટેશનમાં લિસ્ટેડ છે.

માત્ર ગુજરાતમાંથી નહીં પરતું દેશ ભરમાંથી લોકો અહિંયા મજા માણવા આવતા હોય છે. વર્ષાઋતુમાં અહિનો નજારો એવો લાગે છે કે જાણે ધરતી અને આભ એક થઈ ગયો હોય.
અહીં નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુંભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. ગુજરાતનાં આ હિલસ્ટેશન પર તમે બે ત્રણ દિવસમાં જઈને આવી શકો છો. અહીં એડવેંચરને પસંદ કરતા લોકો માટે એડવેંચર સ્પોર્ટસ, અને વસવાટની એવી સુંદર વ્યવસ્થા કે હિલસ્ટેશનની મજા માણવા જનારા પર્યટકોને ત્યાં જ રોકાવાનુ મન થઈ જાય છે.

પ્રકૃતિપ્રેમીઓ માટે તો વરસાદી સિઝન સ્વર્ગથી સોહમણી હોય છે. ચારોકોર લીલોતરી છવાયેલી હોય, જળસભર વાદળો માથે આવી ભીંજવીને આગળ નીકળી જતાં હોય, ધુમ્મસ એવું કે નજર ધુંધળી કરી નાખે, ઝાડ પાન વરસાદી પાણીથી જાણે સ્નાન કરી તરોતાજા થઈ ગયા હોય, છોડ પર એવા તો મસ્તમજાના ફુલો ખીલે કે તેના પરથી નજર જ ન હટે. જો તમે પણ પ્રકૃતિપ્રેમી હો તો હાલ વરસાદી માહોલમાં ગુજરાતનું હિલ સ્ટેશન ગણાતા એવા સાપુતારામાં હાલ રોમાંચક વાતાવરણનો નજારો સર્જોયો છે. કાશ્મીર બદલે આ નજારો જો ઘરબેઠા જ માણવો હોય તો આ ઋતુમાં સોળે કળાએ ખીલેલા સાપુતારાની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો.....

Saputara Hill Station- Visit AT Least Once In Rainy Season
Saputara Hill Station- Visit AT Least Once In Rainy Season
Saputara Hill Station- Visit AT Least Once In Rainy Season
Saputara Hill Station- Visit AT Least Once In Rainy Season
Saputara Hill Station- Visit AT Least Once In Rainy Season
Saputara Hill Station- Visit AT Least Once In Rainy Season
Saputara Hill Station- Visit AT Least Once In Rainy Season
Saputara Hill Station- Visit AT Least Once In Rainy Season
Saputara Hill Station- Visit AT Least Once In Rainy Season
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App