નવસારી: નવસારી નગરપાલિકાનાં પ્રમુખ તરીકે હાલમાં જ ભાજપનાં વોર્ડ નં.1 નાં કોર્પોરેટર કાંતીભાઇ પટેલ ચૂંટાયા છે. કાંતીભાઇ હિન્દુ છે છતાં તેમનાં ઘરમાં મુસ્લીમોનાં રમઝાન માસની પણ આસ્થા છે. કાંતીભાઇની પત્નિ ઉષાબેન પટેલને હિન્દુ ધર્મમાં તો આસ્થા છે જ પરંતુ તેમને મુસ્લિમોનાં રમઝાન માસમાં પણ આસ્થા છે. ઉષાબેન રમઝાનમાં 25 મો, 27 મો અને 29 મો રોઝો રાખે છે. આ રોઝા છેલ્લા 23 વર્ષથી અવિરત દર વર્ષે રાખે છે, જ્યારે ભાજપની કટ્ટર હિંદુવાદી પક્ષ તરીકેની છાપ છે ત્યારે તેના નેતાનાં ઘરમાં રમઝાન માસ વિશે પણ આસ્થા હોવી અનોખી બાબત કહી શકાય!