તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • આહવા, સુબીર, સાપુતારા અને વઘઇમાં ઝરમરીયો વરસાદ | Rainfall In Dang District Headquarters Like Ahwa, Subir, Saputara And Waghai

આહવા, સુબીર, સાપુતારા અને વઘઇમાં ઝરમરીયો વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાપુતારા: ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવા, સુબીર, સાપુતારા અને વઘઇ સહિત પંથકોનાં અમુક ગામડાઓમાં ક્યાંક  ઝરમરીયો તો ક્યાંક મધ્યમ ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડતાં સમગ્ર વિસ્તારોનાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. સાથોસાથ અમુક ગામડાઓ વરસાદ વિના કોરાકટ રહેતા અહીં બફારાએ લોકોને ત્રસ્ત કર્યા હતા.

ડાંગ જિલ્લામાં જૂન મહિનાનાં બીજા સપ્તાહમાં પણ મેઘરાજાએ વરસાદનો વિધિવત રીતે પ્રારંભ નહીં કરતા અહીં મોસમમાં ત્રિવેણી સંગમ સર્જાયો છે, ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા પંથક, સુબીર પંથક, આહવા પંથક અને વઘઇ સહીત પૂર્વપટ્ટીનાં ગામડાઓમાં સોમવારે વહેલી સવારે ઝરમરીયો વરસાદ નોંધાયો હતો.

 

 

જ્યારે કેટલાંક ગામડાઓમાં ગાજવીજ અને ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડતાં માર્ગો પાણીમાં તરબોળ થયા હતા. જ્યારે કેટલાંક ગામડાઓમાં વાદળછાયું જ વાતાવરણ અને ક્યાંક ગરમીનાં પારા સાથે ઉકળાટમાં વરસાદ વિના કોરાકટ રહેતા લોકો બફારાથી ત્રસ્ત બન્યા હતા. સાપુતારા ખાતે વહેલી સવારે વરસાદનાં ઝાપટા પડતા અહીંનું વાતાવરણ પ્રવાસીઓ માટે આહલાદક બની ગયું હતુ. 

 

ઉનાઈ પંથકમાં વરસાદી ઝાપટાથી લોકોને રાહત

 


ઉનાઈ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ સાથે ગરમીનું પ્રમાણ વધતા અસહ્ય બફારો સહન કરતા લોકોને સવારે પડેલા વરસાદી ઝાપટાથી થોડેક અંશે રાહત આપી હતી.વાંસદા તાલુકાના ઉનાઈ તેમજ તેના આજુબાજુ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયુ વાતાવરણ ના કારણે બફારો સાથે ગરમીનું પ્રમાણ વધવા પામ્યું હતું. જેના કારણે લોકોને અસહ્ય ગરમી સહન કરવાનો વારો આવ્યો હતો ત્યારે આતુરતાથી વરસાદની રાહ જોતા લોકોને નિરાશા સાંપડી હતી. છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ પણ સંતાકૂકડી રમતો હોય તેમ સવારે અમીછાંટણા બાદ સમગ્ર દિવસમાં વાદળછાયું વાતાવરણ સાથે બફારો સહન કરતા લોકોને સોમવારે સવારે વરસાદી ઝાપટાએ થોડાક અંશે રાહત આપી હતી. વરસાદી ઝાપટાને કારણે રસ્તાઓ પર પાણી-પાણી થઇ ગયું હતું અને વાતાવરણમાં પણ થોડી ઠંડક પ્રસરી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...