ભારતને બ્લાઇન્ડ વર્લ્ડ કપ જીતાડનાર ગુજરાતના ક્રિકેટર સાથે સરકારનું બ્લાઇન્ડ જેવું વર્તન

બ્લાઇન્ડ ક્રિકેટર નરેશ તુમડાનો પરિવાર આવાસ, ગેસ કનેકશન સહિતની સુવિધાથી વંચિત રહેતાં સરકારના બધા દાવા પોકળ

DivyaBhaskar.com | Updated - Sep 09, 2018, 11:49 PM
Navsari's Divya World Cup winning players in tough conditions

નવસારીઃ વાંસદા તાલુકાના ખાટા આંબા ગામે રહેતો બ્લાઇન્ડ ક્રિકેટર કે જેણે બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં રમી ભારતને જિતાડ્યા હતા. તેની સામે સરકારે બ્લાઇન્ડ જેવું વર્તન કર્યુ હતું. જેનો પુરાવો પણ મળી આવ્યો હતો. રમત ગમત મંત્રી અને ભાજપી નેતાઓએ તેના ઘરે જઇ તેની પાસે પોતાનું સ્વાગત કરાવ્યું હતુ અને મંત્રીએ તેના માટે કોઇ જાહેરાત ન કરતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. જ્યારે તેનો પરિવાર આવાસ, ગેસ કનેકશન સહિતની સુવિધાથી વંચિત રહેતાં સરકારના બધા દાવા પોકળ રહેવા પામ્યા છે.

રમતગમત મંત્રીને 8 મહિના બાદ યાદ આવી


વાંસદા તાલુકાના ખાટા આંબા ગામે રહેતા બ્લાઇન્ડ ક્રિકેટર નરેશ તુમડા અને તેની ટીમે તા. 21.1.2018ના રોજ બ્લાઇન્ડ વર્લ્ડ કપની મેચમાં વિજયી બન્યા હતાં અને ભારતને બ્લાઇન્ડ વર્લ્ડ કપ અપાવ્યો હતો. એના 8 મહિના બાદ મંત્રીને ક્રિકેટરની યાદ આવી હતી અને રવિવારે રાજ્યના રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલ તેના ઘરે ગયા હતાં અને તેની મુલાકાત લીધી હતી.

નરેશ તુમડાની ઘરની મુલાકાત લેતા સરકારના દાવા પોકળ


મંત્રીએ પ્રથમ તેમના અને બીજા ભાજપીઓના સ્વાગત નરેશ તુમડા પાસે કરાવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી સભા સ્થળે નીકળી ગયા હતાં. અને ત્યાં તેમણે નરેશ તુમડા માટે કોઇ જાહેરાત કરી ન હતી. લોકોમાં તથા ગામમાં ઉત્સાહ હતો કે આજે મંત્રી નરેશ તુમડાની મુલાકાત લઇ રહ્યાં છે એટલે કંઇક તો જાહેરાત કરશે જ પરંતુ લોકોની અને નરેશ તુમડાના પરિવારની આશા ઠગારી નીવડી હતી. નરેશ તુમડાની ઘરની મુલાકાત લેતા સરકારના દાવા પોકળ સાબિત થઇ જવા પામ્યા હતાં.

રવિવારે મંત્રી આવવાના હતા જેથી શનિવારે થોડા ખાડા પુરવામાં આવ્યા

નરેશ તુમડાના ઘરે જતા તેના દાદી છનીબેન કાકડભાઇ તુમડાના સરદાર આવાસ જે વર્ષ 2003-2004 માં બન્યું છે. તેમાં તે સુઇ છે અને તેના પિતાના કાચા મકાનમાં રહે છે. તેની માતા ચુલા પર રસોઇ બનાવતી હતી તેને પૂછતાં તેણે જણાવ્યું હતું કે અમોને હજુ ગેસ કનેકશન પણ ફાળવ્યું નથી. પાણીની સુવિધા પણ નથી. ડુંગર પર 3 કિમી પાણી લેવા ચડવું પડે છે અથવા તો ડુંગર ઉતરીને નીચે પાણી ભરવા જવું પડે છે. તેના ઘર સુધી માર્ગ અતિ બિસમાર છે, જેમાં રવિવારે મંત્રી આવવાના હતા જેથી શનિવારે થોડા ખાડા પુરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા તેમને હજુ કોઇ સહાય આપવામાં આવી નથી.

મુખ્યમંત્રીએ અમોને બોલાવી માત્ર સર્ટીફિકેટ આપ્યાં


આ બાબતે તેના સાથી મિત્ર અનિલભાઇ ધરમપુરે જણાવ્યું હતું કે બ્લાઇન્ડ વર્લ્ડ કપ જિત્યા બાદ મુખ્યમંત્રીએ અમોને બોલાવી માત્ર સર્ટીફિકેટ આપ્યાં હતાં. તેમણે વધુ જણાવ્યું હતું કે અમો તો બ્લાઇન્ડ છીએ અને પાકિસ્તાન સામે વર્લ્ડકપ જીતી લાવ્યા છે. જેઓ જોઇ શકે છે. જેથી વર્લ્ડ કપ જીતી લાવે અને તેઓને સરકાર નવાજે તેમાની અમોને 20 ટકા જેટલી રકમ આપવી જોઇએ.

ઓડિશા સરકારે જીતેલા રાજ્યના બે ખેલાડીઓને પાંચ-પાંચ લાખ રૂપિયા આપ્યા


ગુજરાતના બ્લાઇન્ડ ત્રણ ક્રિકેટરો છીએ તેઓને સરકારે યોગ્ય સહાય કરવી જોઇએ. ઓડિશા સરકારે આ વર્લ્ડકપમાં જીતેલા તેમના રાજ્યના બે ખેલાડીઓને પાંચ-પાંચ લાખ રૂપિયા આપ્યા હતા.

X
Navsari's Divya World Cup winning players in tough conditions
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App