તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીઃ આવાસ શૌચાલયમાં કૌભાંડથી ત્રણ જિલ્લાની પોલીસે કરી રેડ | Navsari Tighra Area 3 District Police Raid And Kept One Women With Lotus Of ATM Card

નવસારીઃ આવાસ-શૌચાલયમાં કૌભાંડથી ત્રણ જિલ્લાની પોલીસે કરી રેડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ  ડાંગ જિલ્લાના ખેડૂતોને કરોડોની સહાય આપવાની લાલચ ડાંગ તંત્રને આપી તેમની પાસેથી સરકારી રૂમ વાપરવા લીધા બાદ ડાંગના ખેડૂતોને કોઈ સહાય ન આપતા ડાંગ કલેકટરને આ એનજીઓ છેતરપિંડી કરી રહ્યાનું માલુમ પડતા તેમને ખેતીવાડી અધિકારીને સૂચના આપી પોલીસે ફરિયાદ કરાવતા ગુરૂવારે ત્રણ જિલ્લાની સંયુક્ત પોલીસની ટીમોએ ગુરૂવારે એનજીઓના મહિલા સંચાલકની સામે ગુનો નોંધી ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે. મહિલાએ અધિકારીઓ અને નેતાઓને મોટી રકમ આપી હોવાનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

 

ડાંગ જિલ્લામાં રૂ. 25 કરોડ યોજના માટે એનજીઓ થકી સહાય આપવાનું જણાવાયું હતું

 

રોબો યુનિવર્સલ કંપની દુબઈ એનજીઓના એમડી અંકિત મહેતા તથા ડિરેકટર ભાવેશ્રી દાવડાએ ગત 16-5-2017ના રોજ ડાંગ જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે મિટિંગ કરી હતી. તેઓ ડાંગમાં 25 કરોડ સી.એસ.આર. ફંડમાંથી વિવિધ યોજના માટે સહાય આપવાનું જણાવી કર્મચારીઓને બેઠક વ્યવસ્થા સરકારી કચેરીના રૂમની માંગણી કરી હતી. ખેતીવાડી કચેરી દ્વારા કલેકટરની મૌખિક સૂચનાના આધારે એક રૂમ ટેબલ-ખુરશી સાથે વાપરવા આપ્યો હતો. બાદમાં ખેતીવાડી અધિકારીને એનજીઓ દ્વારા તેમને બતાવેલા ડાંગના ખેડૂતોના વિકાસનું કામ થઈ ન રહ્યાનું માલુમ પડ્યું હતું તેમજ બિનજરૂરી કોઈપણ હેતુસર સરકારી કચેરીના સરનામાનો દુરૂપયોગ કરી રહ્યા હોવાનું જણાયું હતું.

 


આ કંપની દ્વારા પાતળી મંડળીને ટ્રેકટર અને અન્ય ઓજારો ખરીદવા મંડળી પાસે રૂ. 1.50 લાખ ભરાવ્યા બાદ ટ્રેકટર કે અન્ય ઓજારો ન આપી રૂપિયા પરત કરી દેતા તેઓની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાઈ હતી. તેઓ લોકો સાથે છેતરપિંડી કરશે તેવી પ્રવૃત્તિ ધ્યાન પર આવતા કલેકટરનું ધ્યાન દોરી કંપનીનું અસ્તિત્વ છે કે નહીં તેની તપાસ કરવા ખેતી નિયામક ગાંધીનગરને 1લી મે 2018 એ લેખિતમાં જાણ કરવામાં આવી હતી. બાદમાં આ એનજીઓનો માણસ 29મી મે 2018એ તેમને ફાળવેલા રૂમમાં સીસીટીવી કેમેરા ફિટ કરાવવા લાગતા ડાંગ જિલ્લા નાયબ ખેતી નિયામક મહેશભાઈ પટેલને ધ્યાને આવતા તેમને કેમેરા ફીટ કરવાની ના પાડી હતી. કલેકટરના રૂમમાં કંપનીના માણસને પ્રવેશવાની ના હોવાનું કહ્યું હોવા છતાં તમો કોના હુકમથી રૂમમાં પ્રવેશ કરો છે એવું કહેવા છતાં તેઓએ સીસીટીવી ફીટ કરવાનું ચાલુ જ રાખ્યું હતું.

 

 

કંપનીના કર્મચારી કૃણાલ સોલંકીએ મહેશ પટેલને ગાળ આપી મારી નાંખવાની ધમકી આપી હતી. મહેશે પટેલે પોલીસ બોલાવવાની વાત કરતા કૃણાલ સોલંકીએ લગાવેલી સીસીટીવી કેમેરા કાઢી લઈ ગયો હતો. જેની મહેશભાઈ પટેલે રોબો યુનિવર્સલ કંપનીના સંચાલકો અંકિત મહેતા, ભાવેશ્રી દાવડા અને કૃણાલ સોલંકી વિરૂદ્ધ ડાંગ જિલ્લાના ખેડૂતોના વિકાસ માટે પોતે કંપનીના સીએસઆર ફંડમાંથી અંદાજિત રૂ. 25 કરોડ ખર્ચ કરવા માગે છે તેવું ખોટુ કારણ જણાવી સરકારી કચેરીનો ગેરકાયદે રીતે ઓફિસ મેળવી છેતરપિંડી કરવાનો ગુનો આહવા પોલીસ મથકે નોંધાવ્યો હતો. આહવા પોલીસે કંપનીના સંચાલકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. કંપનીના મહિલા સંચાલક ભાવેશ્રી દાવડાની ત્રણ જિલ્લાના સંયુક્ત ઓપરેશનમાં પોલીસની ટીમોએ નવસારી ખાતેથી ધરપકડ કરી હતી. એ દરમિયાન કંપનીના સંચાલક ભાવેશ્રી દાવડાએ વલસાડ, નવસારી અને ડાંગના સનદી અધિકારીઓ અને રાજકીય નેતાઓને તેણીએ મોટી રકમ આપી હોવાનો આક્ષેપ કરતી વિડિયો ક્લીપ સોશિયલ મિડિયામાં ફરતો થતા દ.ગુજરાતમાં ચકચાર મચી છે.

 

વધુ માહિતી માટે આગળ વાંચો... કંપની દ્વારા ખેડૂતોને અપાયેલી લોભામણી જાહેરાત