નવસારી: લવજેહાદ અને ગૌહત્યાનાં વિરોધમાં સોમવારે નવસારીના રાજમાર્ગ ઉપર રેલી નીકળી હતી. રેલીમાં સામેલ થનારાઓએ લવજેહાદ તથા ગૌહત્યાને તાકીદે બંધ કરાવાની માંગ કરી હતી.
નવસારી પંથકમાં તાજેતરમાં હિન્દુ, જૈન દિકરીઓને મુસલમાનો ‘લવજેહાદ’ અંતર્ગત ભોળવીને લઇ ગયાનો એક વર્ગ માની રહ્યો છે. આ વર્ગે સમસ્ત હિન્દુ સમજ સંરક્ષણ સમિતિના નેજા હેઠળ આજે સોમવારે કથિત લવજેહાદ અને સાથે ગૌહત્યા ન અટકતા એક રેલી નવસારીમાં કાઢી હતી.
નવસારી રેલવે સ્ટેશન નજીકથી નીકળેલી શાંતાદેવી રોડ, ફુવારા, ટાવર જુનાથાણા થઇ કાલીયાવાડી જિલ્લા કલેક્ટરાલય પહોંચી હતી. રેલીમાં ઉપસ્થિતોએ બેનરો, પોસ્ટરો સાથે લવજેહાદ અને થઇ રહેલ ગૌહત્યાનાં વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. રેલી કાલીયાવાડી સ્થિત જિલ્લા સેવાસદન પહોંચી કલેક્ટર મુખ્યમંત્રી રૂપાણીને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર કલેક્ટર ડો.એમડી મોડીયાને આપ્યું હતુ.
આવેદનપત્રમાં જણાવાયું કે, તાજેતરમાં નવસારી પંથકમાં અનેક બનાવમાં હિન્દું દિકરીઓને મુસ્લીમો ભોળવીને લઇ ગયા છે. આ એક લવજેહાદનું જ મોટું ષડયંત્ર છે. ગાય માતાને પણ કસાઇઓએ કાપવાનું ચાલું જ રાખ્યું છે. આ સ્થિતિમાં ધર્મ પરિવર્તન, લવજેહાદનાં કિસ્સા તથા ગૌહત્યા અટકાવવાની માંગ કરી હતી. સરકારની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યક્ત કરી સક્રિયતા દાખવવા પણ માંગ કરાઇ હતી.
આ રેલીમાં રાજકીય મતભેદ ભૂલાયા
નવસારીમાં સામાન્યત: વિવિધ મુદ્દાઓ ઉપર નીકળતી રેલીઓમાં ભાગ્યેજ ભાજપ કોંગ્રેસનાં અગ્રણીઓ સાથે આવતા હોય છે. જોકે આ રેલીમાં અલગ નજારો જોવા મળ્યો હતો. ભાજપ-કોગ્રેસનાં કેટલાય નેતાઓ, કાર્યકરો મતભેદ ભૂલી રેલીમાં સામેલ થયા હતા અને લવજેહાદ તથા ગૌહત્યા તાકીદે રોકવાની માંગ પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.