પ્રગતિશીલ નવસારી પાલિકાઃ વર્ગીકૃત કરી મેળવાયેલા કચરાનું પ્રોસેસિંગ કરી પુન: લોકોપયોગી બનાવશે

શહેરમાં સૂકા-ભીના કચરા માટે અલગ ડસ્ટબીનો પાલિકા આપશે, લોકોએ માત્ર કચરો જુદો કરવાનો રહેશે

DivyaBhaskar.com | Updated - Sep 10, 2018, 11:31 AM
શહેરમાં સૂકા-ભીના કચરા માટે અલગ ડસ્ટબીનો પાલિકા આપશે
શહેરમાં સૂકા-ભીના કચરા માટે અલગ ડસ્ટબીનો પાલિકા આપશે

નવસારી: શહેરના તમામ ઘરો, મિલકતોને અહીંની નગરપાલિકા સૂકો અને ભીનો કચરો અલગ-અલગ આપવા માટે બે ડસ્ટબીનો આપશે અને જેના થકી પ્રાપ્ત થયેલ ભીના કચરાને પ્રોસેસ કરી ખાતર વગેરે બનાવી ઉપયોગમાં લેવામાં આવશે. આ અપાયેલ બે ડસ્ટબીનો ઉપર ‘સૂકો’ અને ‘ભીનો કચરો’ એમ લખાયું હોય તે રીતે અલગ અલગ કચરાનું વર્ગીકરણ ઘરેથી જ કરી પાલિકાનાં વાહનોમાં આપવાનું રહેશે. આખા શહેરોમાંથી વર્ગીકરણ કરી મેળવાયેલા સૂકો અને ભીનો કચરો પાલિકા કચરાની ડમ્પીંગ સાઇટે લઇ જશે. ત્યાં ભીના કચરાને પ્રોસેસીંગ યુનિટમાં નાંખી ખાતર વગેરે બનાવવાની પ્રક્રિયા હાથ ધરાશે.

કચરાનું વર્ગીકરણ કરી ઉપયોગી બનાવવાનો નિર્ણય

નવસારી શહેરમાં અંદાજિત 70 હજારથી વધુ મિલકતો આવેલી છે. જેમાં 48 થી 50 હજાર રહેણાંક ઘરો આવેલા છે. આ મિલકતોમાંથી અહીંની નગરપાલિકા ઘરે ઘરે વાહનો મોકલી કચરો ભેગો કરે છે. આ કચરાને પાલિકાની ડમ્પીંગ સાઇટ એવા બંદર રોડ ઉપર ઠાલવે છે. બંદર રોડ ઉપર ઠાલવવામાં આવતા કચરો આજદિન સુધી મહદ અંશે ઉપયોગ કરાતો ન હતો. જેને લઇને ડમ્પીંગ સાઇટ ઉપર કચરાના ઢગલા જ થઇ રહ્યા હતા. કચરાના પ્રોસેસીંગનો પ્રયાસ કરાયો હતો પરંતુ ખાસ સફળ થયો ન હતો. હવે નવસારી પાલિકાએ સરકારની ગાઇડલાઇન મુજબ કચરાનું વર્ગીકરણ કરી ઉપયોગી બનાવવાનો નિર્ણય લીધો છે.

પાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો

નવસારી નગરપાલિકા શહેરના તમામ ઘરો, મિલકતધારકોને સૂકો કચરો અને ભીનો કચરો અલગથી આપવા ડસ્ટબીનો આપશે. શહેરમાં અંદાજિત 70 હજાર મિલકતો હોય 1.40 લાખ ડસ્ટબીનો અપાશે. આ અપાયેલ બે ડસ્ટબીનો ઉપર ‘સૂકો’ અને ‘ભીનો કચરો’ એમ લખાયું હોય તે રીતે અલગ અલગ કચરાનું વર્ગીકરણ ઘરેથી જ કરી પાલિકાનાં વાહનોમાં આપવાનું રહેશે. આખા શહેરમાંથી વર્ગીકરણ કરી મેળવાયેલો સૂકો અને ભીનો કચરો પાલિકા કચરાની ડમ્પીંગ સાઇટે લઇ જશે. ત્યાં ભીના કચરાને પ્રોસેસીંગ યુનિટમાં નાંખી ખાતર વિગેરે બનાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે સૂકો કચરો પણ અલગથી ઠાલવવામાં આવશે. જેનો પણ જેટલો ઉપયોગ થઇ શકશે એટલો કરાશે, એમ પાલિકાનાં સૂત્રમાંથી જાણવા મળ્યું છે. સૂકા અને ભીના કચરાના પ્રોસેસીંગ માટે પાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો છે. જે પાર્ટીએ બંદરરોડ ઉપર શેડ ઉભો કરી યુનિટ કાર્યરત કરવાની કામગીરી અગાઉથી શરૂ પણ કરી દીધી છે.

વર્ગીકરણ પ્રોજેક્ટમાં વિલંબ

નવસારીમાં કચરાના વર્ગીકરણના પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. ગત જુન 2017 માં પાલિકાએ સરકારનાં આદેશ અનુસાર સૂકા-ભીના કચરાના વર્ગીકરણ પ્રોજેક્ટની શરૂઆત કરવાનો નિર્ધાર કર્યો હતો. પ્રારંભિક તબક્કે આ અંગેના ઉદઘાટન સમારોહમાં થોડા ડસ્ટબીનો કેટલાક લોકોને આપ્યા પણ હતા પરંતુ બાદમાં વિલંબ થયો છે. ટેન્ડરીંગ પ્રક્રિયામાં પડેલ મુશ્કેલી યા અન્ય કોઇ કારણસર શહેરનાં રહેણાંક ઘરો સહિત મિલકતધારકોને ડસ્ટબીનો આજદિન સુધી આપી શકાયા ન હતા. જોકે હવે નજીકના દિવસોમાં આપશે એમ પાલિકાનાં સૂત્રો જણાવે છે.

નવસારીને એવોર્ડ ન મળ્યો કારણ

નવસારી પાલિકાને એક વર્ષ અગાઉ સ્વચ્છતામાં સમગ્ર પશ્ચિમ ભારતની નગરપાલિકામાં એવોર્ડ મળ્યો હતો. જોકે ગત સાલ સ્વચ્છતા સર્વેક્ષણમાં અહીંની પાલિકા પાછળ પડી ગઇ હતી. સ્વચ્છતામાં એવોર્ડ ન મળવાનું એક કારણ શહેરનાં કચરાનું વર્ગીકરણ શરૂ થયું ન હોવાનું તથા વર્ગીકરણ કચરાનું પ્રોસેસીંગ થતું ન હોવાનું પણ જણાવાય છે.

ડસ્ટબીનો નજીકના દિવસોમાં અપાશે

નવસારી શહેરનાં તમામ ઘરોમાં સૂકા-ભીના કચરા માટે ડસ્ટબીનો અપાશે. જોકે, એકસાથે તમામ ડસ્ટબીનો આવ્યાં નથી. હાલ સાતથી સાડા સાત હજાર ડસ્ટબીનો આવ્યા છે. જેનું નજીકના દિવસોમાં વિતરણ કરવામાં આવશે.- > હિંમતભાઇ પટેલ, ચેરમેન,ડ્રેનેજ કમિટી, નવસારી પાલિકા

X
શહેરમાં સૂકા-ભીના કચરા માટે અલગ ડસ્ટબીનો પાલિકા આપશેશહેરમાં સૂકા-ભીના કચરા માટે અલગ ડસ્ટબીનો પાલિકા આપશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App