Home » Daxin Gujarat » Latest News » Navsari » In Bilimora, PSI beat the vice-president of BJP's youth campaign

બીલીમોરા PSIએ શહેર ભાજપ યુવા  ઉપપ્રમુખને વગર વાંકે તમાચા માર્યા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 12:03 AM

સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં કેદ થઇ

  • In Bilimora, PSI beat the vice-president of BJP's youth campaign

    બીલીમોરા: બીલીમોરાના પોલીસ સ્ટેશનમાં અટક કરાયેલ મિત્રના પિતા બાબતે રજુઆત કરવા ગયેલ શહેર ભાજપ યુવા મોર્ચાના ઉપપ્રમુખને બીલીમોરા પીએસઆઇ એમ.એન.શેખએ બે તમાચા મારી દેતા તેને નવસારી ડીએસપીને આવેદન આપી પીએસઆઇ સામે કાર્યવાહીની માંગ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા શહેરના યુવા ભાજપ ઉપપ્રમુખ અઝીઝખાન રસીદખાન પઠાણ, રહે.લાલ વાવટાની ગલી, સ્ટેશન રોડ, બીલીમોરાએ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાને એક આવેદન પત્ર પાઠવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે બુધવાર તા.8.8.2018 નાં રોજ રાત્રીના 9.15 કલાકે તેના મિત્ર દેવાંગના પિતા શશીકાંત પરમારની કોઈ કારણસર ધરપકડ કરવામાં આવી હતી. જે અંગે તેના મિત્ર દેવાંગનો ફોન તેના પર આવતા તે બીલીમોરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અઝીઝને તેના મિત્રની ધરપકડ કરવાનું કારણ યોગ્ય જણાયું ન હતુ.

    પીએસઆઇએ કોઈપણ વાંકે મને બે તમાચા મારી દીધા તે ટીકાપાત્ર છે

    આથી આ બાબતે તેણે શહેર ભાજપના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલને ફોન કરી દરમિયાનગિરી કરવા જણાવ્યું હતુ. ત્યારે પ્રજ્ઞેશભાઈએ ફોન ચાલુ રાખી પીએસઆઇને આપવા જણાવ્યું હતુ. જેથી ફોન ચાલુ હોય અઝીઝ પીએસઆઇ એમ.એન.શેખને ફોન પર વાત કરવા માટે ફોન આપવા જતાં જ્યાં પીએસઆઇ એમ.એન.શેખએ અઝીઝને કોઈ કારણ વગર બે તમાચા ચોડી દીધા હોવાનું આવેદન પત્રમાં જણાવ્યું છે. વધુ આવેદન પત્રમાં જણાવ્યું છે કે પીએસઆઇએ કોઈપણ વાંકે મને બે તમાચા મારી દીધા તે ટીકાપાત્ર છે. આ બાબતે જવાબદાર પીએસઆઇ સામે કાર્યવાહી કરવા માટે તેણે તેના આવેદનમાં માંગ કરી છે. અને જણાવ્યું છે કે, ઘટના પોલીસના સી.સી. ટીવી ફુટેજમાં કેદ થઈ છે. જે આપ પુરાવા તરીકે મેળવી શકો છો એમ જણાવી યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો અનશન પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

    ફોન કાન પાસે લાવતા મને કોલર પકડવાનું લાગ્યું એટલે તમાચા મારી દીધા


    અઝીઝ પઠાણ અચાનક ફોન મારા કાન પાસે લાવતા મને થયું હતુ કે, તે મારો કોલર પકડવા આવી રહ્યો હોય તેવું લાગતા તેને તમાચા મારી દીધા હતા. આ સમગ્ર ઘટના ગેરસમજના કારણે બની છે. બીજુ કંઈ નથી હું અઝીઝ સાથે વાત કરીશ.- એમ.એન.શેખ, પીએસઆઇ, બીલીમોરા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending