નવસારીમાં ધોધમાર વરસાદઃ નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, 200નું સ્થાળાંતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ નવસારી અને જલાલપોર તાલુકામાં સતત વરસી રહેલા વરસાદે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને મુશ્કેલીઓમાં મુક્યા છે. નવસારી શહેર અને વિજલપોર શહેરની9 જેટલી સોસાયટીઓમાં વરસાદના પાણી ભરાયા છે. જેને લઈને ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકશાન થયું છે. સાથે વિજલપોર રામજીપાર્ક મારૂતિનગર, નારાયણ નગર, સીટી ગાર્ડન, નટવર ચાલ અને નવસારીના સીઆર પાટીલ સંકુલ, દશેરા ટેકરી, કાળિયાવાડી વિસ્તારોમાં પાણી ભરાવવાના કારણે 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે નેશનલ હાઈ વે પર પાણી ફરી વળતા ટ્રાફિકજામ સર્જાયો છે.


 
5 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ફળી વળ્યાં
 
હવામાન વિભાવ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જેના પગલે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.  નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે આજે નવસારી તાલુકો, જલાલપોર તાલુકો અને નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે આજે રજા જાહેર કરવામાં આવી છે. છેલ્લા 8 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ફળી વળ્યાં છે. નવસારી શહેરના દશેરા ટેકરી,રેલ રાહત કોલોની, બાપુનગર ઝૂંપડપટ્ટી, કાલિયાવાળી, રાજીવનગર, વિજલપોર, હળપતિ વાસમા વિસ્તારમાંથી અસરગ્રસ્તનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો