ગોલ્ડન ગર્લ ડાંગ એક્સપ્રેસ સરિતા પહોંચી માદરે વતન, ડાંગી નૃત્ય સાથે કરાયું ભવ્ય સ્વાગત

ખુલ્લી જીપમાં નીકળ્યું સરિતાનું ભવ્ય વિજય સરઘસ
ખુલ્લી જીપમાં નીકળ્યું સરિતાનું ભવ્ય વિજય સરઘસ
સરિતાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું
સરિતાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું
સરિતાનું સન્માન કરવામાં આવ્યું
સરિતાનું સન્માન કરવામાં આવ્યું

DivyaBhaskar.com

Sep 08, 2018, 05:03 PM IST

સુરતઃ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ડાંગ એક્સપ્રેસ સરિત ગાયકવાડ માદરે વતન પહોંચી હતી. જ્યાં સાપુતારા ખાતે ડાંગી નૃત્ય સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જીપમાં વિજય સરધસ કાઢવામાં આવ્યું હતું. સરિતાના સ્વાગતમાં નેતાઓ, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.સરિતા ગાયકવાડ સહિતની ટીમે મેળવ્યો ગોલ્ડ મેડલ

ડાંગની સરિતા ગાયકવાડ સહિતની ટીમે જાકાર્તા ખાતે એશિયન ગેમ્સમાં 4x400 મીટર રિલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ગોલ્ડ મેડલ મેળવનાર ભારતની આ ટીમમાં હિમા દાસ, પુવામ્મા, વી કોરોથ અને ગુજરાતના ડાંગની સરિતા ગાયકવાડનો સમાવેશ થતો હતો. જાકાર્તામાં ભારતે 4x400 મીટર રિલે દોડ 3:28.72 સેકન્ડમાં સેકન્ડમાં અંતર પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વ્યક્તિગત 400 મીટર વિઘ્નદોડમાં સરિતા ગાયકવાડે 35 દેશના દોડવીરોને આ કેટેગરીમાં પાછળ છોડી 59.08 સેકન્ડમાં તેનું લક્ષ્ય હાંસલ કરી સુવર્ણપદક મેળવ્યો હતો. તેની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ હતો.

અમદાવાદ બાદ ડાંગમાં ભવ્ય સ્વાગત

એશિયન ગેમ્સમાં મેડલ જીત્યા બાદ ગુજરાતના સરિતા ગાયકવાડ સહિત ચાર યુવાઓનું અમદાવાદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ સન્માન સમારોહ યોજાયો હતો. ત્યારબાદ આજે સરિતા પરિવાર સાથે ડાંગ માદરે વતન પહોંચી હતી. જ્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખુલ્લી જીપમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. અને સરિતા અને તેના પરિવારનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
X
ખુલ્લી જીપમાં નીકળ્યું સરિતાનું ભવ્ય વિજય સરઘસખુલ્લી જીપમાં નીકળ્યું સરિતાનું ભવ્ય વિજય સરઘસ
સરિતાના પરિવારનું સન્માન કરવામાં આવ્યુંસરિતાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું
સરિતાનું સન્માન કરવામાં આવ્યુંસરિતાનું સન્માન કરવામાં આવ્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી