નવસારી: આજે જ્યારે બાળકો મોબાઇલ યુગમાં મોબાઇલ ગેમ્સ જ વધુ રમતા જોવા મળી રહ્યાં છે. ત્યારે રવિવારે નવસારી શહેરમાં દેશી રમતો ધમધમી હતી. મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઇ 16 જેટલી દેશી રમતો રમી ભૂતકાળને જીવંત કર્યો હતો. આજનો બાળક મોબાઇલ યુગમાં રમતો પણ મોબાઇલની જ રમે છે. જ્યાં જુઓ ત્યાં બાળકો મોબાઇલ લઇ બેસેલા જોવા મળે છે અને મોબાઇલમાં જ ગેમ્સ પણ રમે છે. વહેલી સવારે સાત વાગ્યેથી રમતો શરૂ થઇ હતી અને 10 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં લોકો ભુલાઇ ગયેલી દેશી રમતો રમતા જોવા મળ્યા હતા. શહેરમાં પ્રથમ વખત મોટા પાયે થયેલા આવા આયોજનથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
|નવસારીના દુધિયાતળાવ વિસ્તારમાં પ્રથમવાર મોટા પાયે દેશી રમતોનું આયોજન
ઇન્ડોર-આઉટડોર ગેમ્સ પણ જે થોડી ઘણી રમે છે તે પણ વિદેશી જ રમતો છે. ભારતની પોતાનાં ગામડાંની દેશી રમતો તો શહેર શું હવે તો ગામડામાં પણ ક્રમશ: ભુલાઇ રહી છે. આ પોતાનાં દેશની માટી સાથે જોડાયેલ રમતોને તાજી કરવાનો પ્રથમ વખત જ નવસારીમાં મોટા પાયે પ્રયાસ કરવામાં આવ્યો હતો.નવસારી પાલિકાના સહયોગથી જેસીઆઇ નામની સંસ્થાએ શહેરનાં હાર્દ સમા વિસ્તાર દુધિયા તળાવ રોડ ઉપર રવિવારે દેશી રમતો રમાડવાનું આયોજન કર્યુ હતુ. વહેલી સવારે સાડા છ વાગ્યેથી દેશી રમતો રમવા લોકોનો પ્રવાહ દુધિયા તળાવ ભણી જોવા મળ્યો હતો. 7 વાગ્યેથી શરૂ થઇ 10 વાગ્યા સુધી મોટી સંખ્યામાં લોકો ભૂલાઇ ગયેલી દેશી રમતો રમતા જોવા મળ્યા હતા. શહેરમાં પ્રથમ વખત મોટા પાયે થયેલા આવા આયોજનથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દોરડા ખેંચ, આંધળી ખીસકોલી, જેવી 16 રમતો લોકો રમતા જોવા મળ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે દેશી રમતો માટેની સ્પર્ધા ન હતી પરંતુ લોકોએ મન મૂકીને આ રમતો રમી ભૂતકાળને જીવંત કર્યો હતા.
વધુ માહિતી માટે આગળ વાંચો... વાહનો નહીં રમતો ધમધમી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.