તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્રમાં તોફાનના કારણે સાપુતારામાં બસોનો ખડકલો થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાપુતારા: મરાઠા સમાજને જલ્દી અનામત મળી રહે તેવી માંગ સાથે પૂણેમાં હિંસક આંદોલન દરમિયાન વાહનોમાં તોડ ફોડ અને આગજની ઘટના બાદ ગુજરાત-મહારાષ્ટ્રની આંતરરાજ્ય બસ સેવા છેલ્લા બે દિવસથી ઠપ થતાં એસ.ટી નિગમને દરરોજ લાખો રૂપિયાની આવક ગુમાવવાની નોબત ઉભી થવા સાથે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્ર જતાં મુસાફરોએ સાપુતારાથી પરત ફરવાનો વારો આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં ગુજરાતની બસને સળગાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ પણ આવીજ પરિસ્થિત્ી ઉભી થઇ હતી.

મરાઠા સમાજને  અનામત મળે તે માટે પૂણેમાં હિંસક આંદોલન, વાહનોની  તોડફોડ કરવામાં આવી

 

 

મહારાષ્ટ્રમાં ‘મરાઠા’ અનામત માટે મરાઠા ક્રાંતિ મોરચાએ આંદોલન કરતા ભડકી ઉઠેલી હિંસક ઝડપ ઉગ્ર બનતા નાસિક-પૂણે માર્ગ પર એસટી બસોને નિશાન બનાવી તોડફોડ અને આગજનીની ઘટના બનતા ગુજરાત રાજ્યનાં, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર,ચાણસ્મા, પાટણ, પાલીતાણા, અમદાવાદ, વડોદરા, સુરત, નવસારીથી નાસિક, શિરડી, સપ્તશ્રૃંગીને જોડતી એસટી સેવા સાપુતારામાં જ રોકાવી દેવાતા મુસાફરોની ભારે કફોડી સ્થિતિ સર્જાઇ હતી. તેમજ એસટી નિગમને દરરોજ લાખો રૂપિયાની આવક ગુમાવવી પડી રહી છે. ગુજરાત ભરમાંથી નાસિક-શિરડી જતાં હજારો મુસાફરો મહારાષ્ટ્રમાં ભડકેલી અનામતની આગને પગલે સીધી બસ સેવા ન હોવાથી બહાર જવાનું ટાળી રહ્યાં છે.

 

વધુ માહિતી માટે આગળ વાંચો... સાપુતારા આવ્યા બાદ ખબર પડી બસ આગળ નહીં જાય

 

અન્ય સમાચારો પણ છે...