6 વર્ષથી રોજ 5 કલાકની મહેનત બાદ સિદ્ધિ મેળવી, ‘મારું હવે પછીનું લક્ષ્ય 2020નો ઓલમ્પિક છે’: સરિતા ગાયકવાડ

‘ક્રિકેટની સાથે અન્ય રમતોને પણ પ્રોત્સાહન જરૂરી’ : સરિતા ગાયકવાડ

DivyaBhaskar.com | Updated - Sep 10, 2018, 02:15 AM
સરિતા ગાયકવાડ
સરિતા ગાયકવાડ

નવસારી: એશિયન ગેમ્સમાં 4*400 દોડમાં ટીમ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવીને ઈતિહાસ રચી દીધો હતો. ભારતની આ ટીમમાં ગુજરાતની ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડે પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. સરિતાએ દિવ્ય ભાસ્કરની નવસારી ઓફિસની ખાસ મુલાકાત લીધી હતી અને પોતાના અનુભવો અને ભવિષ્યની તૈયારીઓને લઈને પોતાના વિચારો કહ્યા હતા.

મારું હવે પછીનું લક્ષ્ય 2020નો ઓલમ્પિક છે: સરિતા ગાયકવાડ


ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે ભાસ્કરને કહ્યું હતું કે, “મારું હવે પછીનું લક્ષ્ય 2020નો ઓલમ્પિક છે. જેને કેન્દ્રમાં રાખીને મેં તૈયારીઓ શરૂ કરી દીધી છે.’ સરિતાએ રવિવારે નવસારીની ‘દિવ્ય ભાસ્કર’ બ્યૂરો ઓફિસની મુલાકાત લીધી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે મારી જીતનું શ્રેય અનેકને ફાળે જાય છે, જેમાં મારા મમ્મી-પપ્પા ટોચ પર છે. રમતમાં આગળ જવા બાબતે તેમણે મને રોકવા-ટોકવાનું તો દૂર, સતત પ્રોત્સાહન જ આપ્યું છે. અન્ય મા-બાપાએ પણ પોતાના સંતાનોને આ જ રીતે પ્રોત્સાહિત કરવા જોઈએ.

રોજના 5 કલાક મહેનત કરતી


સરિતાએ કહ્યું હતું પોતાની સિધ્ધિ મેળવવા માટે લગાતાર 6 વર્ષની સખત મહેનત રહી છે. દિવસનાં 5 કલાક સખત વર્કઆઉટ કરતી હતી. પોતાની રમતમાં સતત આવેલા સુધારા માટે અનેક કોચનો પણ મહત્વનો ફાળો છે. શાળા કક્ષાએ વાંસદાના ગણપતભાઈ મ્હાલા, મોહન સર ત્યારબાદ ખાસ કરીને કેપ્ટન અઝીમોન સરની કોચીંગે ખાસ ભાગ ભજવ્યો છે.

મોબાઈલની ઘેલછા ખોટી


બાળકો-યુવાનોનો મોટો વર્ગ આઉટડોર ગેમને બદલે મોબાઈલ પાછળ ઘેલો થયો છે તે બાબતે સરિતાએ કહ્યું કે, શારીરિક ફિટનેસ જાળવવામાં શારીરિક રમતો ખૂબ જ મહત્વની છે. હું સ્માર્ટ ફોનની વિરોધી નથી, પરંતુ તેનો ઉપયોગ જરૂરિયાત પૂરતો જ થવો જોઈએ.

X
સરિતા ગાયકવાડસરિતા ગાયકવાડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App