Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Navsari » ગુજરાતની આ સરકારી શાળામાં બાળકો માટે ખાસ ગુગલ રૂમ| A special Google Room for children in this government school in Gujarat

આ નાનકડા ગામની સરકારી શાળામાં છે ગુગલ રૂમ, બાળકો QR કોડ સ્કેન કરી ભણે છે

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 02:49 AM

ગુગલરૂમમાં સામાજિક વિજ્ઞાનના 400થી વધુ પ્રોજેક્ટ, શાળાની યુ ટ્યુબ ચેનલ ધોરણ 8ના બાળકો ઓપરેટ કરે છે

  • ગુજરાતની આ સરકારી શાળામાં બાળકો માટે ખાસ ગુગલ રૂમ| A special Google Room for children in this government school in Gujarat
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    વાંસદા: વાંસદા તાલુકાના રંગપુર ગામ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય પ્રાથમિક શાળા રંગપુરના આચાર્ય નીતિન પાઠકે રંગપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે પદભાર સંભાળ્યાના 3 વર્ષના ગાળામાં પોતાની મહેનત કંઈક કરી બતાવવાની લગન અને દુરંદેશીતાના પરિણામે પોતાની પ્રાથમિક શાળાને ડિજીટલ ફલક પર પ્રસ્થાપિત કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા તરફ પ્રતિબદ્ધતા દર્શાવી છે ત્યારે શાળા દ્વારા ડિજીટલ ક્ષેત્રે ભરાઈ રહેલી હરણફાળ વિશે જાણવું એ માત્ર વાંસદા તાલુકો કે નવસારી જિલ્લો જ નહી પરંતુ રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે ઉદાહરણ છે.

    આચાર્યએ દરેક એકમના QR કોડ બનાવી બાળકોને આપ્યા છે જેથી તેઓ જાતે ભણી શકે

    રંગપુર મૂખ્ય પ્રાથમિક શાળને ડિજીટલ પથ પર દોરી જનાર શાળાના આચાર્ય નીતિનભાઈ પાઠકે શાળાની ડિજીટલ ક્ષેત્રે પ્રગતિની રૂપરેખા આપતા જણાવ્યું કે ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ કરવા શાળામાં ધોરણ 6થી 8ના બાળકો માટે એક રૂમ (ગુગલ રૂમ) બનાવવામાં આવ્યો છે. જેમાં સામાજિક વિજ્ઞાન વિષયના 400થી વધુ પ્રોજેક્ટ છે. રૂમમાં સ્માર્ટ બોર્ડ તથા ઈન્ટરનેટ સુવિધા છે, જેનો ઉપયોગ બાળકો જાતે કરે છે. સામાજિક વિજ્ઞાન વિષય માટે શાળાના આચાર્ય દ્વારા દરેક એકમના QR કોડ બનાવી બાળકોને આપેલા છે. બાળક રીસેસમા શિક્ષકોના મોબાઈલથી આ કોડ સ્કેન કરે કે તરત એ પાઠનો વિડિયો જોવા માટે શાળામાં V R BOX છે,જેથી બાળકો વિડિયોને આનંદથી નિહાળી જાતે ભણતા છે.


    શાળામાં આચાર્ય દ્વારા AR ટેકનોલોજીથી બાળકોને એક મગજનું પ્રિન્ટ કરેલું પેજ આપ્યું હતું. બાળકો મોબાઈલમાં આ પેજ સ્કેન કરતા જ આ પેજમાં રહેલું મગજનું ચિત્ર ૩G બની જાય છે. શાળાના બાળકોને ફોટોગ્રાફીના કેમેરા પણ ઓપરેટ કરતા આવડે અને ફોટોશોપ પ્રોગ્રામમાં ફોટાની પાસપોટ કોપી કરી પ્રિન્ટ પણ કરે છે. આચાર્ય દ્વારા બાળકોને ઓનલાઈન ફોર્મ ભરતા, કમ્પ્યૂટરમાં ટાઈપ કરતા તથા સૌથી મુખ્ય વાત કે DRONE કેમેરા ઓપરેટ કરતા પણ શીખવ્યું છે. શાળાની પોતાની વેબસાઈટ અને એન્ડ્રોઈડ એપ્લીકેશન છે. આ ઉપરાંત શાળાના બાળકોએ પણ પોતાની વેબસાઈટ બનાવી છે. શાળાની યુ ટ્યુબ ચેનલ પણ ધોરણ 8ના બાળકો દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. શાળાના આચાર્યની પણ પોતાની વેબસાઈટ અને એન્ડ્રોઈડ એપ્લીકેશન હોવાનું જણાવ્યું છે.


    ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી એવા ગણપતસિંહ વસાવા આજે ગુણોત્સવ નિમિત્તે વાંસદા તાલુકામાં પધારી રહ્યા છે ત્યારે તેઓ વાંસદા તાલુકાની આ રંગપુર પ્રાથમિક શાળાની પણ મુલાકાત લઇ જાત માહિતી મેળવે અથવા આ શાળાના મુખ્ય શિક્ષક ને તેડાવી શાળાના બાળકો તથા શાળાને ડિજીટલ ક્ષેત્રે દોરી જવા માટે કરેલા પ્રયાસો અને મેળવેલી સિદ્ધિનું લાઈવ ડેમોસ્ટ્રેશન નિહાળે તે થકી તેઓ શિક્ષણ વિભાગમાં શાળાની અનુકરણીય શિક્ષણ પદ્ધતિ દાખલ કરાવી પ્રાથમિક શિક્ષણ વિભાગમાં નવી ક્રાંતિ લાવી શકે.

    વધુ માહિતી માટે આગળ વાંચો... વિશિષ્ટ પદ્ધતિથી શિક્ષણ મેળવી રહ્યા છે

  • ગુજરાતની આ સરકારી શાળામાં બાળકો માટે ખાસ ગુગલ રૂમ| A special Google Room for children in this government school in Gujarat
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    વિશિષ્ટ પદ્ધતિથી શિક્ષણ મેળવી રહ્યા છે

    વિશિષ્ટ પદ્ધતિથી શિક્ષણ મેળવી રહ્યા છે


    શાળામાં ડિજીટલ પદ્ધતિને કારણે બાળકો વિશિષ્ટ પદ્ધતિથી શિક્ષણ મેળવી રહ્યા છે. બાળકો ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં ટાઈપિંગ કરી શકે, ઓનલાઈન ફોર્મ ભરી શકે, ફોટોશોપમાં કામ કરી શકે તથા ડ્રોન પણ ઉડાવી શકે છે અને તે માટે ગ્રામપંચાયત  એસ.એમ.સી તથા વાલીઓનો  સહકાર મળી રહ્યો છે.- નીતિન પાઠક, આચાર્ય, રંગપુર પ્રાથમિક શાળા

     

    વધુ માહિતી માટો આગળ વાચો... વિદ્યાર્થીઓ, એસએમસી સભ્યોેનો સહયોગ

     

  • ગુજરાતની આ સરકારી શાળામાં બાળકો માટે ખાસ ગુગલ રૂમ| A special Google Room for children in this government school in Gujarat
    વિદ્યાર્થીઓ, એસએમસી સભ્યોેનો સહયોગ

    વિદ્યાર્થીઓ, એસએમસી સભ્યોેનો સહયોગ


    3 વર્ષમાં અમારી શાળાની રોનક બદલાઈ છે. એસ.એમ.સી સભ્યો દ્વારા દર મહિને દરેક સભ્ય રૂ. 100 અને શાળા પરિવાર પણ રૂ. 100 અને દરેક બાળક રૂ. 10 ઉઘરાવી શાળાના ખાતામાં જમા કરે છે. જેમાંથી દર વર્ષે એક કમ્પ્યૂટર શાળામાં લાવી શકાય. આ પ્રયાસથી એમણે માત્ર 6 મહિનામાં રૂ. 18630 ભેગા કર્યા છે. શાળાની આ બધી પ્રવૃત્તિઓ યુ ટ્યુબ અને ફેસબુક પર મુકવામાં આવે છે, જેના લીધે tiny smiling faces ગ્રુપ દ્વારા શાળાને સ્માર્ટ બોર્ડ દાનરૂપે મળ્યું છે. આચાર્યના પ્રયાસને બિરદાવીએ છે.- અનિલ પટેલ, એસએમસી અધ્યક્ષ, રંગપુર પ્રા.શાળા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending